Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

‘વંદે માતરમ્‌'નું ગાન કરતાં કોંગી આગેવાનો

રાજકોટ : પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે આજરોજ સૌરાષ્‍ટ્ર ઝોનની કારોબારી બેઠક યોજાએલ છે. આ બેઠકમાં પ્રજાને પડતી મુશ્‍કેલીઓ, કાર્યકરોમાં કેવી રીતે જોમ વધારવુ, આગામી સમયમાં ધારાસભાની ચૂંટણી આવી રહી હોય તેની આગવી રણનીતિ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. સૌરાષ્‍ટ્ર ઝોનની કારોબારી બેઠક શરૂ થાય એ અગાઉ કોંગી આગેવાનોએ વંદે માતરમ્‌ ગાન સાથે બેઠક શરૂ કરી હતી. આ તકે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, પ્રભારી ડો. રઘુ શર્મા, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, અર્જુનભાઈ મોઢવાડીયા, પરેશભાઈ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અમિતભાઈ ચાવડા, વિક્રમભાઈ માડમ, લલીતભાઈ કગથરા તેમજ મહેશ રાજપૂત, પ્રદિપભાઈ ત્રિવેદી, ડો. હેમાંગ વસાવડા, અર્જુનભાઈ ખાટરીયા, જશવંતસિંહ ભટ્ટી સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(3:55 pm IST)