Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

વ્યાજ વટાવના ગુન્હામાં એકમાસથી ફરાર ભરત ઉર્ફે ભાવેશ પકડાયો

કુવાડવા રોડ પોલીસે કુવાડવા પાસેથી લીમડીના શખ્સને દબોચ્યો

 

 

રાજકોટ તા. ૧૯ : કુવાડવા પોલીસ મથકમાં નોંધાયેલ વ્યાજ વટાવના ગુન્હામાં એકમાસથી ફરાર લીમડીના શખ્સને કુવાડવા રોડ પોલીસે કુવાડવા ગામ પાસે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા પોલીસ મથકમાં નોંધાયેલ વ્યાજ વટાવના ગુન્હામાં એકમાસથી ફરાર શખ્સ કુવાડવાગામ પાસે આવ્યો હોવાની હેડ કોન્સ અરવિંદભાઇ મકવાણા અને કોન્સ વિરદેવસિંહ જાડેજાને બાતમી મળતા કુવાડવાગામ પાસેથી ભરત ઉર્ફે ભાવેશ દેવાભાઇ સભાડ (ઉ.રપ) (રહે. લીંમડી રામકૃષ્ણ મિશનની સામે વિવેકાનંદ સોસાયટી)ને પકડી લીધો હતો. આ કામગરી પી.આઇ.બી.એમ.ઝણકારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.આર. વાણીયા, હેડ કોન્સ અરવિંદભાઇ, અજીતભાઇ, વિરદેવસિંહ, મુકેશભાઇ તથા દેવેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી.(

(3:54 pm IST)