Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

રવિવારથી લીસનર્સ આર્મી પ્રોજેકટ શરૃ

લોકોના આર્થિક, માનસીક, શારીરિક પ્રશ્નોને સંસ્થાના આગેવાનો સાંભળશે

રાજકોટઃ સેવા સંગઠન નામની સંસ્થા દ્વારા મહારાષ્ટ્રના પૂના ખાતે શરૃ થયેલ લીસનર્સ આર્મી પ્રોજેકટથી પ્રેરાઇને આગામી તા.૨૨મીથી રાજયમાં સૌ–પ્રથમ રાજકોટના આંગણે લીસનર્સ આર્મી પ્રોજેકટનો શુભારંભ કરવા જઇ રહી છે.

કોરોના કાળ દરમ્યાન કોરોના ગ્રસ્ત પરિવારોને ટીફીન પહોંચાડવા, આર્થિક રીતે નબળા બાળકોની શિક્ષણની ફી સહિતની પવૃતિને કરેલ હોવાનું આગેવાનોને જણાવેલ.

વર્તમાન યુગમાં ઘણા લોકો સામાજીક, કૌટુબિંક, પારિવારિક, ધંધા–રોજગાર કે બિઝનેશ વગેરે જેવી અનેક વિટંબાઓથી ઘેરાયેલ છે કે જેઓને પોતાની વેદનાઓ કહેવી છે, પરંતુ કયારેક એવું પણ બને છે કે બીજાની વેદના સાંભળવાનો પણ માણસને (અંગત વ્યકિતને પણ) સમય નથી.  ત્યારે સાથ સેવા સંગઠન સંસ્થા આવા લોકોને આવકારશે, અને તેમના પ્રશ્નો સાંભળશે.

તા.૨૨ને રવિવારે સવારે ૧૦થી ૧૨ તપસ્વી સ્કુલ, ૨–જલારામ પ્લોટ, યુનિ.રોડ, ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તસ્વીરમાં ધવલ સીમેજીયા ૯૯૦૪૩ ૨૫૦૦૮, મલય શેઠ ૯૪૨૮૧ ૫૬૨૪૬, કલ્પેશભાઇ દેસાઇ ૯૮૨૫૦ ૩૩૬૦૬, આકાશ ત્રિવેદી ૯૮૨૪૨ ૦૩૩૮૮ વિ.નજરે પડે છે. (તસ્વીર અશોક બગથરીયા)

(4:08 pm IST)