Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

આવાસના મકાનમાં એએસી બ્‍લોકનું તાપમાન આરસીસી દિવાલ કરતા ૩ ડિગ્રી ઓછુ રહેતુ હોવાનું તારણ

બિલ્‍ડીંગ એનોલપના થર્મલ પફોર્મન્‍સ અંગે સર્વેની કામગીરી પ્રગતિમાં

રાજકોટ, તા. ૧૯ : ભારત દેશના પ્રધાનમંત્રીશ્રી દ્વારા સને ૨૦૨૨ સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે સને ૨૦૧૫ માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા તથા બિલ્‍ડરો દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ બનવવા તરફ ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવેલ છે. પરંતુ ફક્‍ત એફોર્ડેબલ પ્રકારનું જ નહિ પરંતુ તે વિવેચનાત્‍મક રીતે મહત્‍વપૂર્ણ છે કે સસ્‍તું હોવા ઉપરાંત, રહેવાસીઓ માટે થર્મલ કમ્‍ફર્ટ અને સ્‍વસ્‍થ વાતાવરણ પૂરું પાડવું (એર-કન્‍ડિશનિંગનો ઉપયોગ કર્યા વિના) એ પણ આર્થિક રીતે પોસાય તેવી કિમતે આવાસો બનાવવા તે હાઉસિંગ પ્રોગ્રામનો પ્રાથમિક ઉદ્દેશ હોવો જોઈએ.
રાજકોટમાં બિલ્‍ડીંગ એન્‍વેલપના થર્મલ પર્ફોમન્‍સ અંગે સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે. AAC બ્‍લોકનું તાપમાન RCC દિવાલ કરતા આશરે ૩ ડિગ્રી જેટલો ઓછું રહેતું હોવાનું પ્રાથમિક તારણ જોવા મળ્‍યું છે. આ સર્વેમાં તા.૨૮ એપ્રિલ થી ૨૮ મે ૨૦૨૨ દરમિયાન બિલ્‍ડીંગ એન્‍વેલપની એરફ્‌લો વેલોસીટી, હ્યુમીડીટી તથા તાપમાનનું દર અડધા કલાકે રીડીંગ લઈને ડેટા તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા અને ગ્રીનટેક નોલેજ સોલ્‍યુશન પ્રા.લી., દિલ્‍હી ના સંયુક્‍ત ઉપક્રમે રાજકોટમાં બિલ્‍ડીંગ એન્‍વેલપના થર્મલ પર્ફોમન્‍સનું માપન અંગે સર્વે હાથ ધરવામાં આવી રહેલ છે.
જેમાં ગ્રીનટેક નોલેજ સોલ્‍યુશન પ્રા.લી., દિલ્‍હી ના પ્રતિનિધિશ્રી સાસ્‍વતી ચેટા (એસોસિએટ ડાયરેક્‍ટર) દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ ભગીની નિવેદિતા ટાઉનશીપમાં તેમજ BSUP-III અંતર્ગત બનાવવામાં આવેલ આવાસ યોજનાઓમાં બિલ્‍ડીંગ એન્‍વેલપના થર્મલ પર્ફોમન્‍સનું માપન આધુનિક મશીનોની મદદથી કરવામાં આવી રહેલ છે. જેમાં ભગીની નિવેદિતા ટાઉનશીપની AAC બ્‍લોક તથા BSUP-III અંતર્ગત બનાવવામાં આવેલ આવાસની RCC દિવાલો વચ્‍ચેના તાપમાનના તફાવત વિશે અભ્‍યાસ કરવામાં આવી રહેલ છે. આ અભ્‍યાસ અન્‍વયે ૨૮ એપ્રિલ થી ૨૮ મે ૨૦૨૨ દરમિયાન બિલ્‍ડીંગ એન્‍વેલપની એરફ્‌લો વેલોસીટી, હ્યુમીડીટી તથા તાપમાનનું દર અડધા કલાકે રીડીંગ લઈને ડેટા તૈયાર કરવામાં આવશે. અભ્‍યાસ પૂર્ણ થયા બાદ અંતિમ તારણ આપવામાં આવશે. હાલ સુધીના અભ્‍યાસ દરમિયાન જાણવા મળેલ છે કે AAC બ્‍લોકનું તાપમાન RCC દિવાલ કરતા આશરે ૩ ડિગ્રી જેટલો ઓછું રહે છે.
આ અભ્‍યાસથી ભવિષ્‍યમાં બનનાર આવાસોમાં રહેવાસીઓ માટે થર્મલ કમ્‍ફર્ટ અને સ્‍વસ્‍થ વાતાવરણ પૂરું પાડવા માટે મદદરૂપ રહેશે. આ અભ્‍યાસમાં રાજકોટ મહાનગરપાલિકા વતી આવાસ યોજના શાખાના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે. તેમ જનસંપર્ક અધિકારી રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્‍યું છે.

 

(3:27 pm IST)