Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

jciરાજકોટ સિલ્વર દ્વારા હેલ્ધી બેબી કોમ્પીટીશન

તા.૪-૫ જૂનના આયોજન : ૧ થી ૬ વર્ષ સુધીના ભુલકાઓ ભાગ લઈ શકશે, કુલ ૬૦ એવોડ્ર્સ અપાશે : ૫૦૦ બાળકો ભાગ લેશે, નામ નોંધણી ચાલુ

રાજકોટ : જે.સી.આઈ. રાજકોટ સિલ્વર જે જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ નામક વિશ્વવ્યાપી સંગઠનના સ્થાનિક એકમ તરીકે છેલ્લા ૩૯ વર્ષથી કાર્યરત છે અને યુવાનોના વ્યકિતત્વ - વિકાસ, નેતૃત્વ કૌશલ્યમાં વૃદ્ધિ, પબ્લીક સ્પિકીંગ, ઉદ્યોગસાહસિકતા કેળવણી જેવી જીવન ઉપયોગી તાલીમ પૂરી પાડવામાં અગ્રેસર છે. સંસ્થા દ્વારા પોતાના સમાજ ઉપયોગી કાર્યક્રમો આયોજીત કરવાના હેતુની પૂર્તિ સબબ છેલ્લા ૧૬ વર્ષથી હેલ્ધી બેબી સ્પર્ધાનું આયોજન હુએમઆઈ અને આનંદ જવેલરીના સહયોગથી તા. ૪ અને ૫ જૂનના રોજ આયોજીત થઈ રહી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્પર્ધા અંતર્ગત બાળકોને ૧ થી ૩ અને ૩ થી ૬ એમ બે વયજૂથ માટે બોયઝ અને ગર્લ્સ એમ બે વિભાગમાં હેલ્ધી બેબી કયુટ બેબી, બ્યુટીફુલ આઈઝ બેબી વેલ ગ્રુમ્ડ બેબી અને હેલ્ધી હેર બેબી એમ ૫ શ્રેણીઓ હેઠળ તપાસવામાં આવશે અને બધી શ્રેણીઓ મળીને કુલ ૬૦ એવોડ્ર્સ તેમજ અન્ય ઈનામો પણ આપવામાં આવશે. ઉપરાંત દરેક સ્પર્ધકને રીટર્ન ભેટ પણ આપવામાં આવશે. એન્ટ્રી ફી રૃા.૫૦૦ રાખવામાં આવી છે.

સ્પર્ધકોનું નિષ્ણાંત ડોકટર્સ અને બ્યુટીશીયન્સ દ્વારા વ્હુ એમ આઈ પ્લે સ્કુલ ખાતે ૪ અને ૫ જૂનના રોજ સવારે ૯ થી સાંજે ૬ સુધી યોજાયેલ છે. ઈનામ વિતરણ ૬ જૂનના રોજ બપોરે ૩ થી ૬ હેમુ ગઢવી હોલ ખાતે થશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ તેમજ અન્ય વિગતો માટે વ્હુ એમ આઈ પ્લે સ્કુલ ૧૫ એ કોમ્પ્લેકસ, કાલાવડ રોડ, ૭૫ ગુજરાત હાઉસીંગ બોર્ડ, મહિલા કોલેજ સામે, રાજકોટ ખાતે સવારે ૧૦:૩૦ થી ૧ અથવા સાંજે ૪ થી ૭ દરમિયાન સંપર્ક કરી શકાશે.

ફોર્મ તેમજ વધુ વિગત માટે અનીતા ચૌહાણ મો. ૭૪૦૫૭ ૪૫૮૩૫, હુસેન વખારીયા મો. ૯૦૩૩૫ ૧૮૯૦૨ અથવા યોગેશ સુચક મો. ૯૮૨૫૯ ૯૭૭૦૯નો સંપર્ક કરવો.

આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રીતિ દુદકીયા, પ્રોજેકટ કન્સલ્ટન્ટ અતુલ આહયા, પ્રોજેકટ ચેરમેન અનીતા ચૌહાણ, સેક્રેટરી હીના નરશીયન, જોઈન્ટ સેક્રેટરી નીરજ વણજારા, ઉપપ્રમુખ યોગેશ સુચક, મિતુલ મહેતા, કમલ દક્ષીણી, પિયુષ વલેરા, હાર્દિક રાઠોડ, સિદ્ધાર્થ ચતવાણી, ભાવેશ મહેતા, ભારતી વણઝારા, રાકેશ વલેરા, મેઘા ચાવડા, હેતવી અહયા અને જે.જે. ઓમ વલેરા જહેમત ઉઠાવી રહેલ છે તેમ પ્રશાંત સોલંકીએ જણાવ્યુ હતું.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:05 pm IST)