Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

આફ્રિકા કોલોનીમાં ક્રિકેટનો સટ્ટો રમતાં હર્ષ પકડાયોઃ સુરતના જય ઉર્ફ શૈલેષનું નામ ખુલ્યું ડીસીબીના બી. જે. જાડેજા, મહિપાલસિંહ, ચેતનસિંહ અને કનકસિંહની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૯: રૈયા ૧૫૦ રીંગ રોડ પર આફ્રિકા કોલોની-૫ સદ્દગુરૃ વંદનાધામ એપાર્ટમેન્ટ-૩, બ્લોક નં. એ-૧૦૩માં ડીસીબીની ટીમે દરોડો પાડી હર્ષ યોગેશભાઇ ગોંડલીયા (ઉ.૨૬)ને આઇપીએલના લખનોૈ સુપર જાયન્ટસ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ વચ્ચેના ટી-૨૦ મેચ પર સટ્ટો રમતાં પકડી લેવાયો હતો. તેની પાસેથી રૃા. ૧૫ હજારનો મોબાઇલ ફોન તથા બોલપેન કબ્જે લઇ તે કોની પાસે કપાત કરાવતો હતો તેની તપાસ કરતાં મુળ ઉપલેટાના હાલ સુરત રહેતાં એક શખ્સનું નામ ખુલ્યું છે.

ડીસીબીના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી અને કોન્સ. ચેતનસિંહ ગોહિલની બાતમી પરથી આ કામગીરી સીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયા, પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં થઇ હતી. પકડાયેલો હર્ષ પ્લાસ્ટીકનો છુટક વેપાર કરે છે. તેની પુછતાછમાં કપાત ખાનાર તરીકે જયુ નામના શખ્સનું  નામ સામે આવ્યું હતું. વિશેષ તપાસ થતાં જયુનું સાચુ નામ શૈલેષ હોવાનું અને તે મુળ ઉપલેટાનો તથા હાલ સુરત રહેતો હોવાનું ખુલતાં તેને પણ પકડી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

(3:02 pm IST)