Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

રૈયાના રિક્ષાચાલક ગોૈતમ પર મેટોડામાં મોહનનો હુમલો

છોકરી સામે જોતો હોવાનો આરોપ મુકી માથામાં ઇજા પહોંચાડી

રાજકોટ તા. ૧૯: રૈયા ગામમાં રહેતો ગોૈતમ અરજણભાઇ વરણ (ઉ.૨૫) મેટોડા જીઆઇડીસી ગેઇટ-૧ પાસે હતો ત્‍યારે મોહન નામના શખ્‍સે ઝઘડો કરી માથામાં કંઇક હથીયાર મારી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

ગોૈતમના સગાના કહેવા મુજબ ગોૈતમ રિક્ષા હંકારે છે. તે મેટોડામાં હતો ત્‍યારે મોહન નામના શખ્‍સે ગોૈતમ છોકરી સામે જોતો હોવાનો આરોપ મુકી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)