Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સુતાર જ્ઞાતિ દ્વારા કોરોના દર્દીઓ માટે કોમ્યુનીટી આઇસોલેશન સેન્ટર

રાજકોટ : વર્તમાન સમયમાં જયારે કોરોનાની બીજી લહેર પીક સમયમાં છે. ત્યારે લોકોને મદદરૂપ બનવાના આશયથી વિશ્વકર્મા કેળવણી મંડળ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના બિલ્ડીંગમાં કોમ્યુનીટી આઇસોલેશન સેન્ટર શરૂ કરી અવિરત સેવા અપાઇ રહી છે. કૃષિમંત્રી આર.સી. ફળદુ, ખાદ્ય અને પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષના નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજશ્રીબેન ડોડીયા, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, ડે. કમિશ્નર શ્રી પ્રજાપતિ, આરોગ્ય અધિકારી શ્રી વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ડો. ચુનારા વગેરેએ આ સેન્ટરની રૂબરૂ મુલાકાત લઇ સેવાને બીરદાવી હતી. આ આઇસોલેશન સેન્ટરમાં ગુર્જર સુતાર સમાજના ડો.અમિતભાઇ ખંભાયતા, ડો. હીતેશભાઇ ચંદવાણિયા, ફીજીયોથેરાપીસ્ટ ડો. કિંજલ બદ્રકીયા, ડો. દેવેન સંચાલીયા સેવા આપી રહ્યા છે. તેમજ આઇસોલેશન સેન્ટરના કો-ઓર્ડીનેટર મુકેશભાઇ પંચાસરાની દેખરેખ હેઠળ બધી વ્યવસ્થા થઇ રહી હોવાની વિગતો ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ રસીકભાઇ બદ્રકીયાએ વર્ણવી હતી. આ કોમ્યુનીટી સેન્ટરમાં દર્દીઓને આઇસોલેટ કરવા સાથે દરરોજ સવારે ઉકાળો, જરૂરી નાસ્તો, ફળ, જયુસ, બે સમય ભોજન તેમજ સમયાંતરે તબીબી તપાસ અને મનોરંજન માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની પ્રથમ લહેર વખતે પણ આ સેન્ટર શરૂ કરાયુ હતુ. ત્યારે ૮૫ દર્દીઓએ લાભ લીધો હતો. બીજી લહેર વખતે પણ આ સેન્ટર શરૂ કરાતા અત્યાર સુધીમાં ૬૫ જેટલા દર્દીઓ સ્વસ્થ્ય થઇને ઘરે ગયા. હજુ ૧૨ સારવાર હેઠળ છે. મહાનુભાવોની આ સેન્ટરની મુલાકાત સમયે ગુર્જર સુતાર જ્ઞાતિના અધ્યક્ષ મુકેશભાઇ વડગામા, ટ્રસ્ટી વિનયભાઇ તલસાણિયા, ઉપપ્રમુખ કાંતિભાઇ તલસાણિયા, મંત્રી પ્રદીપભાઇ કરગથરા, ખજાચની અરવિંદભાઇ ત્રેટીયા, સભ્યો હર્ષદભાઇ બકરાણીયા, હરીભાઇ સીનરોજા, કેતનભાઇ મહીધરીયા, જનકભાઇ વડગામા, વિશ્વકર્મા કેળવણી મંડળના ઉપપ્રમુખ ચંદ્રશભાઇ ખંભાયતા,  નીતિનભાઇ બદ્રકીયા, દીલીપભાઇ વિસાવાડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગુર્જર સુતાર જ્ઞાતિના ઉપાધ્યક્ષ જગદીશભાઇ સોંડાગર, ટ્રસ્ટી દિનેશભાઇ ખંભાયતા, ટ્રસ્ટી મુકેશભાઇ ભાડેશીયા, કારોબારી સભ્યો દીલીપભાઇ પંચાસરા, શાંતિલાલ સાંકડેચા, મિતેશભાઇ ધ્રાંગધરીયા, ઘનશ્યામભાઇ દુદકીયા, કિશોરભાઇ બોરાણિયા, કિશોરભાઇ અંબાસણા, ગોરધનભાઇ ચાંપાનેરા વગેરે પણ સેવામાં જોડાયા હતા.

(4:07 pm IST)