Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સ્વ. યોગેશભાઇ પુજારાને શ્રધ્ધાંજલીરૂપે યોજાયો બ્લડ-પ્લાઝમા ડોનેશન કેમ્પ

રઘુવંશી પરિવાર અને સંકિર્તન મંદિર દ્વારા લોહાણા મહાજનવાડીમાં સફળ આયોજન : ૧૧૬ બોટલ રકત એકત્ર

રાજકોટ : વૈશ્વિક મહામારી કોરોનાને કાબુમાં લેવા દેશ આખો લડી રહ્યો છે. વેકસીનેશન અભિયાન વેગમાં છે. ત્યારે વેકસીન લેતા પહેલા લોકો અચુક રકતદાન કરે તેવા હેતુથી મુક સેવક સ્વ. યોગેશભાઇ પુજારાને સેવામય શ્રધ્ધાંજલી અર્પવાના હેતુથી રઘુવંશી પરિવાર અને સંકિર્તન મંદિર (પ્રેમ પરિવાર) દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો. વેકસીન લીધા પછી ૨૮ દિવસ સુધી રકતદાન કરી શકાતુ ન હોય વેકસીન લેતા પહેલા રકતદાન કરી રકતની અછત દુર કરવા સંસ્થા દ્વારા લોકોને અપીલ કરાઇ હતી. જેના સફળ પ્રતિસાદરૂપે બહોળી સંખ્યામાં લોકો રકતદાન અને પ્લાઝમા ડોનેટ કરવા આ કેમ્પમાં આવ્યા હતા. કોવિડ-૧૯ ના નિયમોના ચુસ્ત પાલન સાથે યોજાયેલ આ કેમ્પમાં ૧૧૬ બોટલ રકત અને પ્લાઝમા એકત્ર થયેલ. અશોકભાઇ ભાયાણી, મહેશભાઇ બથીયા, મહેશભાઇ વાગડીયા, ઉત્તમભાઇ ધનેશા દ્વારા રામધુન તેમજ હનુમાન ચાલીસાના પાઠથી સમગ્ર વાતાવરણને ધર્મમય બનાવી દેવાયુ હતુ.  આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, લોહાણા મહાજનના હિરેનભાઇ ખખ્ખર, કિશોરભાઇ કોટક, જલારામ રઘુકુળ હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષભાઇ પાબારી, ચેરમેન કેતનભાઇ પાવાગઢી, રઘુવંશી અગ્રણીઓ નીતીનભાઇ રાયચુરા, ધમેન્દ્રભાઇ મીરાણી, અજયભાઇ કારીયા, બલરામભાઇ કારીયા, મિતલભાઇ ખેતાણી, અમિતભાઇ રૂપારેલીયા, મયુરભાઇ અનડકટ, સમીરભાઇ રાજાણી, રઘુવંશી મહિલા અગ્રણી શિલ્પાબેન પુજારા, મનિષાબેન ભગદેવ, શિતલબેન બુધ્ધદેવ તેમજ સ્વ. યોગેશભાઇ પુજારાના પત્નિ ગં.સ્વ. રાધાબેન તથા સમગ્ર પુજારા પરિવારે ઉપસ્થિત રહી રકતદાન-પ્લાઝમાદાન કરનારાઓની સેવાને નમન કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી પરિવારના પ્રતાપભાઇ કોટક, હસુભાઇ ભગદેવ, પરેશભાઇ વિઠલાણી, જયેષ્ઠારામભાઇ ચતવાણી, કૌશિકભાઇ માનસતા, કલ્પેશભાઇ તન્ના, વિપુલભાઇ મણિયાર, મેહુલભાઇ નથવાણી, મયંકભાઇ પાંઉ, કલ્પેશભાઇ બગડાઇ, ઉમેશભાઇ સેદાણી, અમિતભાઇ અઢીયા, વિમલભાઇ વડેરા, ધર્મેન્દ્રભાઇ ચંદારાા, ધવલભાઇ પાબારી, મહેન્દ્રભાઇ વિપુલભાઇ કારીયા, હીરેનભાઇ કારીયા, અશોકભાઇ મીરાણી, કાનભાઇ તેમજ સંકીર્તન મંદિરના ટ્શરસ્ટી હરુભાઇ નથવાણી, રાજુભાઇ ાદાવડા, દિનેશભાઇ રાયચુરા, ચંદુભાઇ પરચાણી, સભ્યો શ્યામ ભાટલીયા, રૂપેશ વસાણી, રાહુલ શીંગાળા, જય પરમાર, સાગર ગોસ્વામી, ગીરીશભાઇ ટાંક, હર્ષદભાઇ રૂઘાણી, પ્રફુલભાઇ ગોસ્વામી, ભદા્રેશભાઇ કકકડ, હિરેનભાઇ ગોહેલ, પ્રફુલભાઇ ઐયડા તેમજ સવીલ હોસ્પિટલ બ્લડ બેંકની ટીમે જહેમત ઉઠાવી હતી.

(4:04 pm IST)