Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા વાવાઝોડાગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ

રાજકોટ તા.૧૯ : સમગ્ર ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં જયારે તબાહી મચાવી છે ત્યારે વડતાલ આચાર્ય શ્રી અજેન્દ્રજીપ્રસાદજી મહારાજશ્રીના આજ્ઞાથી ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન પ્રમાણે શ્રી સ્વામિનારાયણ ગાદિ ટ્રસ્ટ-વડતાલ (એસવીજી) અને શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળો દ્વારા સમગ્ર ગુજરાતના તમામ વિસ્તારોમાં ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જેમાં ખાસ કરીને ખંભાતના અમુક વિસ્તારોના લોકોને આણંદ સ્થળાંતર કરવામાં આવતા પ૦૦૦ ફુડ પેકેટ જીલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવ્યા હતા તેમજ વેરાવળ (ગીર સોમનાથ) યુવાનો દ્વારા ફુટ પેકેટ તેમજ પૌવા બટેટા, ખીચડી તૈયાર કરી અંદાજીત ૧પ૦૦ થી વધારે લોકોને આપવામાં આવ્યા હતા તેમજ આ સિવાય ઉના, રાજુલા, કોડીનાર, અમરેલી, સુરત સહિતના ગામડા શહેરોમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીના આહવાનથી સમગ્ર ગુજરાતના યુવક મંડળના કાયકર્તાઓ રાહતકાર્ય સેવામાં લાગી ગયેલ  છે.તેમજ આ ઉપરાંત કોરોનાની વિશ્વભરમાં ચાલી રહેલી ભયાનક પરિસ્થિતને ધ્યાનમાં રાખી રાજકોટ સિવાય સુરત, વડોદરા, ગોધરા, અમરેલી, ખેડા સહિતના અનેક વિસ્તારોમાં ટીફીન સેવા તેમજ માણાવદરને સંતરા નાળીયેરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.શ્રી સ્વામિ ગાદિ ટ્રસ્ટ, વડતાલ (એસવીજી) તથા શ્રી સ્વામી મંદિર દ્વારા હોમ આઇસોલેશનનું પણ બગસરાને આંગણે ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વડતાલ, રાજકોટ, સુરત, ગોધરા અને વડોદરા મુકામે જરૂરીયાતમંદ હરીભકતોને ઓકસીજન સીલીન્ડરનું પણ વિનામુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.વડતાલ મુકામે રઘુવીરવાડી ખાતેના આણંદ જીલ્લા કલેકટર દ્વારા ઉપલબ્ધ બાકરોલ મુકામે હોસ્પીટલમાં દર્દી અને તેના સગાઓને બન્ને ટાઇમ ભોજન કરાવામાં આવી રહ્યું  છે.

(3:10 pm IST)