Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા વકીલો માટે રૂપીયા રપ કરોડની સહાયની સરકાર પાસે માંગણી કરાશે

રાજકોટ, તા. ૧ ૯ : બાર કાઉન્સિલ ઓક ગુજરાતના ચેરમેન શ્રી હિરાભાઇ એસ.પટેલ તથા વાઇંસ-ચેરમેન શ્રી શંકરસિંહ એસ.ગોહિલ દ્વારા બાર કાઉન્સિલ સભ્યોએ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ-ચેરમેન કે.જે. શેઠના જે.આર. ગાંધી, નિરંજન એસ. દફતરી તેમજ ગુજરાત લો હેરાલ્ડના એડીટર શ્રી સુધાંશુ પટેલ તથા રાજેન્દ્ર એમ. ચૌહાણ નાઓને શ્રધ્ધાંજલી આપી બે મીનીટનું મૌન પાળવામાં આવેલ.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વર્તમાન સમયમાં કોરોનાની મહામારીના બીજા વેવમાં માંદગીમાં સપડાવવાથી ગુજરાતના ધારાશાસ્ત્રીઓને ખુબ જ માંદગી ખર્ચ કરવો પડેલ છે. અને ઘણા કોરોના મહામારીના કારણે અવસાન પામેલ છે. તેમજ આ કોવિડ-૧૯ના વિકટ સમયે ગુજરાત રાજયના આશરે ૯૦,૦૦૦ જેટલા ધારશાસ્ત્રીઓને આર્થિક સહાય માટે ગુજરાત સરકારને રૂપિયા પચીસ કરોડની જરૂરી સહાય આપવા માટે તેમજ જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને રૂપિયા એક લાખ લોન આપવા માટે તેમજ જુનીયર ધારાશાસ્ત્રીઓ માટે માસિક રૂ. પ૦૦૦ સ્ટાઇપેન્ડ આપવા રજુઆત કરી માંગણી કરવા માટે સર્વાનુમતે નકકી કરવામાં આવેલ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને સરકારશ્રી તરફથી આર્થિક સહાય મળે તે માટે માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, માનનીય કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા શ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર એસ. ત્રિવેદીનાઓએ રૂબરૂ મળીને રજુઆત કરી તાકીદે રકમ ફાળવવા માટે તમામ પ્રયત્નો  કરવા તેમ સર્વાનુમતો નકકી થયેલ છે.

આ વરચ્યુઅલ મીટીંગમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપ કે. પટેલ તથા સભ્યો અનિલ સી. કેલ્લા દિપેન કે. દવે, રમેશચંદ્ર એન. પટેલ, કિશોરકુમાર આર. ત્રિવેદી, નલીન ડી. પટેલ, જીતેન્દ્ર બી. ગોળવાલા, સી.કે. પટેલ, મનોજભાઇ એમ. અનડકટ, કરણસિંહ બી. વાઘેલા, વિજય એચ. પટેલ, રમેશચંદ્ર જી. શાહ, હિતેશ જે. પટેલ, શ્રી પરેશ આર. જાની, મુકેશ કામદાર પરેશ એચ. વાઘેલા, રણજીતસિંહ રાઠોડ તથા શ્રી ગુલાબખાન પઠાણ વિગેરેનાઓએ જોડાઇને ચર્ચામાં ભાગ લીધેલ હતો.

(3:08 pm IST)