Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

૮ાા લાખની લૂંટનો ભેદ ઉકેલવા બદલ શહેર પોલીસ અધિકારીઓનું સાફા, તલવાર, મોમેન્ટોથી સન્માન

પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, કારડીયા રાજપૂત સમાજ અને જ્વેલર્સ શોરૂમના માલિકે સન્માન કર્યુ

રાજકોટઃ સામા કાંઠે ચંપકનગરમાં થયેલી ૮૫ાા લાખની લૂંટનો ભેદ શહેર પોલીસે ઉકેલી નાંખી લૂંટારૂઓને પકડી મુદ્દામાલ પણ કબ્જે કરતાં આ પ્રસંશનીય કામગીરી કરવા બદલ શહેર રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીનું શ્રી પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી કારડીયા રાજપૂત સમાજ બેડીપરા-રાજકોટ અને શીવ જ્વેલર્સના માલિક મોહનભાઈ ડોડીયા દ્વારા સાફા,તલવાર તથા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ મહામંત્રી અને પુરૂષાથૅ યુવક મંડળ ના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ, કારડીયા રાજપૂત સમાજ-બેડીપરા ના પ્રમુખ રમેશભાઈ ચૌહાણ, શીવ જ્વેલર્સના માલિક મોહનભાઈ ડોડીયા તેમજ હરેશભાઈ પરમાર, રણજીતભાઈ વાઢેર, માધવભાઈ મહેતા અને મોહનભાઈ આર. ડોડીયાએ અધિકારીઓનું સન્માન કર્યુ હતું.

(1:04 pm IST)