Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં પ૦ ટકાનું ગાબડુ ભાવો ડબલ આવકના અભાવે આજે યાર્ડ ૧ર વાગ્યે બંધ

૧૦ થી ૧ર દિવસ આવી સ્થિીત રહેશે : વાવાઝોડા વરસાદથી શાકભાજીને ભારે નુકશાન

રાજકોટ, તા. ૧૯ :  અરબી સમુદ્રમાં ઉભા થયેલા અને રાજકોટ-સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા વાવાઝોડાએ શાકભાજીમાં પણ ભારે તારાજી સર્જી દિધી છે, વાવાઝોડા-વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં શાકભાજીના પાકને ભારે નુકશાન થતા આવકોમાં પ૦ ટકાનું ગાબડું પડી ગયું છે.

સુત્રોના જણાવ્યા મુજબ આંતરરાજય અને આંતરિક જીલ્લાની શાકભાજીની આવક પણ બંધ થઇ છે, ભાવોમાં ડબલ ઉછાળો આવી ગયો છે. આવકના અભાવે યાર્ડ પણ આજે બપોરે ૧ર વાગ્યે બંધ થઇ ગયું છે.

(4:05 pm IST)