Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

બામણબોરના ગારીડામાં બાબુભાઇનું મકાન ધરાશાયી

બામણબોરઃ ગઇકાલે વાવાઝોડાની અસરમાં બામણબોરના ગારીડા ગામે રહેતાં ખેડૂત બાબુભાઇ સાર્દુલભાઇના કાચા મકાનમાં ભારે નુકસાન થયું હતું. બામણબોરથી બાબુલાલ ડાભીના જણાવ્યા મુજબ મકાનના નળીયા ઉડી ગયા હતાં અને મકાન પડી જતાં ઘરવખરીમાં પણ નુકસાન થયું હતું. આ પરિવારને તાબડતોબ અન્ય મકાનમાં આશરો અપાયો હતો. તંત્રવાહકો સહાય કરે તેવી રજૂઆત થઇ હતી.

(11:32 am IST)