Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

કોરોનામાં ભોગ બનનાર અમદાવાદના હેડકોન્સ ભરતસિંહને રાજકોટ પોલીસે શ્રધ્ધાંજલી આપીઃ બે મીનીટ મૌન પાડ્યું

રાજકોટઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોય જે અંગે ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ જે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા લોકોને કોરોના વાયરસ અંગે જાગૃત કરવા બાબતે પોલીસ ડીપાર્ટમેન્ટની મહત્વની ફરજ છે. જેમાં પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા પોતાના પરિવારજનો પહેલા જનતાની સુરક્ષા અર્થે પોતાની ફરજ નિષ્ઠાથી બજાવવામાં  આવે છે જે મહત્વની ફરજ દરમ્યાન અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ. સ્વ.શ્રી ભરતસિંહ સોમાજીએ કોરોના વાયરસ અંગેની પોતાની ફરજ દરમ્યાન તેઓ કોરોના વાયરસ સંક્રમણના કારણે તા.૧૮/૫ના રોજ સારવાર દરમ્યાન અવસાન પામેલ તેમણે પોતાની ફરજ જાહેર જનતા માટે ખુબ જ નિષ્ઠાથી બજાવેલ અને જે ફરજ દરમ્યાન તેઓને કોરોના વાયરસનું સંક્રમણ થતા તેઓનું અવસાન થયેલ હોય જેથી આજે તા.૧૯ના બપોરે ૧૨:૦૦ વાગ્યે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની કચેરી ખાતે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર રવી મોહન સૈની ઝોન-૧, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન-૨ તથા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન ખાતે બે મિનિટ મૌન પાળી કોવિડ-૧૯ વોરીયર્સ પોલીસ હેડ કોન્સ. સ્વ. ભરતસિંહ સોમાજીને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

(4:31 pm IST)