Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

રાજકોટમાં વોટર મીટર લગાડવાની કામગીરી શરુ :પાણીના બગાડ પર આવશે અંકુશ :રહેણાંક મકાનમાં લગાવાશે મીટર

ચંદ્રેશનગર વિસ્તારમાં ઘરે-ઘરે વોટર મિટર મુકવાની કામગીરી શરૂ :16500 જેટલા વોટર મિટર મુકાશે

રાજકોટઃ શહેરમાં પાણીના મીટર લગાડવાની કામગરી શરુ કરાઈ છે પાણીચોરી અને પાણીનો વ્યવ અટકાવવા માટે ખાસ મહાનગરપાલિકા દ્વારા વોટર મિટરનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જેમાં હાલ ચંદ્રેશનગર વિસ્તારમાં ઘરે-ઘરે વોટર મિટર મુકવાની પ્રક્રિયા શરૂ છે. જેમાં 16500 જેટલા વોટર મિટર મુકાશે

   આ અંગે રાજકોટ મહાનગરપાલિકના કમિશ્રર બંચ્છાનિધી પાનીએ જણાવ્યું કે, શહેરમાં ઘરે-ઘરે વોટર મિટર લાગવાથી લોકોને અને મહાનગરપાલિકાને પણ ઘણો ફાયદો થશે અને શહેરમાં પાણી ચોરી અટકશે અને પાણીનો વ્યય પણ ઓછો થશે

   આગામી સમયે રાજકોટમાં હવે ઘરે-ઘરે વોટર મીટર મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. વોટર મિટર લાગ્યા બાદ શહેરીજનોના ઘરે જેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કર્યો હશે તેટલું બિલ આવશે. અને મહાનગરપાલિકાના આ પાઈલેટ પ્રોજક્ટના કારણે શહેરમાં પાણી ચોરી અને ડાઇરેટ પંમ્પીંગના કિસ્સાઓમાં ઘટાડો થશે. તેમજ મહાનગરપાલિકાને પણ પાણીની આવક થશે. હાલ રાજકોટના ચંદ્રેશનગર વિસ્તારમાં કુલ 16500 જેટલા ઘરોમાં વોટર મિટર લગાવવાની પ્રક્રિયા શરૂ છે. જે કામ પૂર્ણ થયા બાદ તમામ ઘરોમાં વોટર મિટર લગાડવામાં આવશે.

(6:46 pm IST)