Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

પડધરી ટંકારાના કોંગ્રેસના ધારાસભ્‍ય લલીત કગથરાના પુત્ર વિશાલની અંતિમ યાત્રામાં આંસુનો દરિયો છલકાયો : રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણી સહિત કોંગ્રેસ-ભાજપના સ્‍થાનિક નેતાઓ સ્‍મશાન યાત્રામાં જોડાયા : મુખ્‍યમંત્રી રૂપાણીઅે કથગરા પરિવારને દિલસોજી પાઠવી : સદ્ગત વિશાલને પુષ્‍પાંજલી અર્પણ કરી

રાજકોટઃ  પડધરી ટંકારા વિસ્તારના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેંસના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલનું માર્ગ અકસ્માતમાં આકસ્મિક દુઃખદ અવસાન થતાં કગથરા પરિવાર પર જાણે આભ ફાટી પડયું હોય તેવા શોકમાં પરિવારજનો ડુબી ગયા છે. સદગત વિશાલની આજરોજ તેમના નિવાસ્થાનેથી અંતિમયાત્રા નીકળતા પુર્વે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી તથા સ્થાનિક ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી રૃપાણીએ સદગત વિશાલની અંતિમ યાત્રા પર પુષ્પાંજલી અર્પી હતી. તેમના વડીલોને આ દુઃખની ઘડીમાં ઇશ્વર દુઃખ સહન કરવાની શકિત આપે તેવી હૈયાધારણા આપી હતી તે પ્રસંગની વિવિધ તસ્વીરો. અંતિમયાત્રામાં ભાજપ-કોંગ્રેસના સ્થાનીક આગેવાનો, કોર્પોરેટરો,  વ્યાપારીઓ, સામાજીક સંસ્થાના આગેવાનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા )

રાજકોટ : પડધરી ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાના પુત્ર વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળના બહેરામપુર ખાતે ગત રોજ થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. લલીતભાઈ કગથરા તથા તેના પરિવારજનો પર આવી પડેલી આકસ્મિક આપદામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમના દુઃખમાં સહભાગી બન્યા હતા.

આજરોજ રાજકોટ ખાતે  સદગતની અંતિમ યાત્રામાં રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી જોડાયાં હતા.

પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રની અંતિમયાત્રા આજે સવારે નીકળી હતી. લલિત કગથરાના નિવસ્થાનેથી નીકળેલી પુત્ર વિશાલની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીઅને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોડાયા છે. મહત્વનું છે કે ગઈકાલે લલિત કગથરાના પુત્રોને અકસ્માત નડ્યો હતો. પશ્વિમ બંગાળમાં દિવ્યાંગ બાળકોને પ્રવાસે લઇ ગયા હતા ત્યારે તેમની લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં લલિત કગથરાના મોટા પુત્ર વિશાલનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પુત્ર ઘાયલ થયો હતો.

વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો:આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ સમાચાર ન માની શકાય તેવા હતા. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ખૂબ જ દુ:ખદ બનાવ છે. કોઇને ત્યાં ભગવાન આ પ્રકારનું દુ:ખ ન આપે. નાની ઉંમર અને ઓચિંતું અકસ્માતમાં મૃત્યુ આ દુ:ખની કલ્પના કરવી પણ અઘરી છે. આ સાથે જ કહ્યું કે લલિતભાઇ અને ઇલાબહેન પર દુ:ખના વાદળો તૂટી પડ્યા હોય તેવી ઘટના છે. લલિતભાઇ અને ઇલાબહેન સાથે મારા જૂના અને પારિવારીક સંબંધો છે. હું મેયર હતો ત્યારે ઇલાબહેન ભાજપના કોર્પોરેટર હતા. મારા તો પાડોશી છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.

અકસ્માતમાં લલિત કગથરાના બે પુત્રો પૈકી એક પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પુત્ર ઘાયલ થયો હતો. અકસ્માતમાં લલિત કગથરાના બે પુત્રો પૈકી એક પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પુત્ર ઘાયલ થયો હતો.

આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ સમાચાર ન માની શકાય તેવા હતા. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ખૂબ જ દુ:ખદ બનાવ છે. કોઇને ત્યાં ભગવાન આ પ્રકારનું દુ:ખ ન આપે. નાની ઉંમર અને ઓચિંતું અકસ્માતમાં મૃત્યુ આ દુ:ખની કલ્પના કરવી પણ અઘરી છે.

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, લલિતભાઇ અને ઇલાબહેન પર દુ:ખના વાદળો તૂટી પડ્યા હોય તેવી ઘટના છે. લલિતભાઇ અને ઇલાબહેન સાથે મારા જૂના અને પારિવારીક સંબંધો છે. હું મેયર હતો ત્યારે ઇલાબહેન ભાજપના કોર્પોરેટર હતા. મારા તો પાડોશી છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.

 

(1:48 pm IST)
  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST

  • ઋષિકપુરને મળવા ન્યુયોર્ક પહોંચ્યા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી:ન્યુયોર્કમાં ઈલાજ કરવા ઋષિ કપૂરની ટ્રીટમેન્ટમાં તેમના પત્ની નીતૂ કપૂર તેમનો સાથ આપી રહ્યા છે. ઋષિકપુરે ટ્વીટર પર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથેનો ફોટો શેર કર્યો હતો. અને લખ્યુ હતુ કે, ધન્યવાદ તમારા પ્રેમ માટે access_time 1:35 am IST

  • ટાઇમ્સનાઉં અને વીએનઆરના એકઝીલ પોલમાં ભાજપના એનડીએને 306 અને કૉંગેસ અને તેના સાથી પક્ષોને 132 અને અન્ય પક્ષોને 104 બેઠકો મળશે ટેવ જણાવ્યું છે access_time 7:46 pm IST