Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ગોંડલ સંપ્રદાયના અખંડ સેવાભાવી પૂ.ભદ્રાબાઈ મ.સ.કાળધમૅ પામ્યા:પાલખી યાત્રા નીકળી: કાલે ગુણાનુવાદ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,અંજલીબેન રૂપાણી,ગોવિંદભાઈ પટેલ,ધનસુખભાઈ ભંડેરી,નિતીનભાઈ ભારદ્રાજ, વગેરે રોયલ પાકૅ ઉપાશ્રયે દશૅને પધારીયા

રાજકોટ: ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.(ગુરુ પ્રાણ) પરિવાર તથા મુક્ત - લીલમ પરિવારના અખંડ સેવાભાવી સાધ્વી રત્ના પૂ.ભદ્રાબાઈ મ.સ. આજરોજ તા.19  રવિવારના રોજ સવારે 6:45 કલાકે નમસ્કાર મહા મંત્ર તથા ચાર શરણાના સ્વીકાર સાથે સમાધિ ભાવે રોયલ પાકૅ ઉપાશ્રયે કાળધમૅ પામેલ છે.

પૂ.ભદ્રાબાઈ મ.સ.નો જન્મ  સૌરાષ્ટ્રના બિલખા ( નાની મારડ )માં આજથી 77 વષૅ પૂર્વે *રત્નકુક્ષિણી માતુશ્રી સમજુબેન તથા ધમૅ પરાયણ પિતા નરભેરામભાઈ ગાંધી પરિવારમાં* ભાનુબેન નામની બાલિકાનું આયૅ ભૂમિ ઉપર અવતરણ થયેલ.બે ભાઈઓ તથા સાત બહેનોના વિશાળ પરિવારમાં તેઓનો ઉછેર થયેલ.તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.થી પ્રેરાઈને તેઓમાં વૈરાગ્યના બીજ રોપાયા.20 વષૅની વયે તેઓએ વૈશાખ સુદ દશમના વિ.સં.2018 ના ધારીની ધન્ય ધરા ઉપર તપોધની *પૂ.રતિલાલજી મ.સા.ના શ્રી મુખેથી કરેમિ ભંતે નો😷 પાઠ ભણેલ.* ધારીમાં એક સાથે ત્રણ દીક્ષા થયેલ.પૂ.સુમિત્રાબાઈ મ.સ.,પૂ.મૃદુલાબાઈ મ.સ.તથા પૂ.ભદ્રાબાઈ મ.સ. ત્રણેય આત્માઓની વૈરાગ્યમય માહોલમાં ભવ્ય સંયમ મહોત્સવ ઉજવાયેલ. *મનોજ ડેલીવાળાએ* જણાવ્યું કે ગુરુણી મૈયા પૂ.ભદ્રાબાઈ મ.સ. *" અખંડ સેવાભાવી "* ઉપનામથી ઓળખાતા.કારણકે જયાં સુધી તેઓને ઔદારિક શરીરે સાથ આપ્યો ત્યાં સુધી તેઓશ્રીએ રત્નાધિકો અને વડીલ સાધ્વીજીઓની અગ્લાન ભાવે અપૂવૅ સેવા - વૈયાવચ્ચ કરેલ.અશાતાનો ઉદય આવ્યો છે ત્યારે સતત તેઓ સ્વાધ્યાયરત રહેતાં. *ચંદ્રકાન્તભાઈ શેઠે* જણાવ્યું કે તેઓએ સૌરાષ્ટ્ર, કચ્છ,મહારાષ્ટ્ર, બિહાર,બંગાળ સહિત અનેક નાના - મોટા ક્ષેત્રોમાં હજારો કિલોમીટરનો વિહાર કરી જિનશાસનની જબરદસ્ત પ્રભાવના કરેલ. *તેઓ સેવા,સાધના અને સ્વાધ્યાયની અજોડ મિશાલ હતાં. પ્રવિણભાઈ કોઠારી તથા ઈશ્વરભાઈ દોશીએ જણાવ્યું કે અસહ્ય વેદના વચ્ચે પણ તેઓ ચિત્ત પ્રસન્ન રહેતું.* તેઓ કહેતા કે અશાતાના ઉદય સમયે " હાય..હાય " નહીં કરવાનું પરંતુ " હોય..હોય " કહેવાનું. એટલે કે કમૅનો ઉદય "હોય" , સહષૅ કમૅને ખપાવવા પુરુષાથૅ કરવાનો.

*તેઓએ સતત બાર  - બાર વષૅ સુધી પૂ.ધનકુવરબાઈ મ.સ.ની જામનગર ખાતે અજોડ અને અપૂવૅ વૈયાવચ્ચ કરેલ.* તેઓના લઘુ ભગિની પૂ.સુમતિબાઈ મ.સ.એ પણ ગોં.સં.માં જૈનેશ્ર્વરી ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ છે,તથા તેઓના ચાર ભાણેજ પૂ.અજિતાબાઈ મ.સ.,પૂ.સુજિતાબાઈ મ.સ.,પૂ.અંજિતાબાઈ મ.સ.તથા પૂ.સંજિતાબાઈ મ.સ.એ પણ સંયમ ધમૅનો સ્વીકાર કરેલો છે.

તાજેતરમાં *પૂ.સુશાંતમુનિ મ.સા.તથા પૂ.નમ્રમુનિ મ.સા.* ના પાવન સાનિધ્યમાં ઐતિહાસિક સમૂહ ચાતુર્માસમાં તેઓ પણ ખૂબ જ શાસન પ્રભાવનામાં નિમિત્ત બનેલ.

*ડોલરભાઈ કોઠારીએ* જણાવ્યું કે પૂ.ભદ્રાબાઈ મ.સ.નું ચિંતન પણ ખૂબ જ ઉંચુ હતું.તેઓના શિષ્યા પૂ.અજિતાબાઈ મ.સ.એ📕📖📘 " સોરઠ ભૂમિનું ગૌરવ",વીરલ વિભૂતિ,પ્રસન્નતાનો પમરાટ વગેરે પુસ્તકોમાં પૂ.ભદ્રાબાઈ મ.સ.નું અમૂલ્ય માગદશૅન પ્રાપ્ત થયેલ.

પૂ.ભદ્રાબાઈ મ.સ.વારંવાર કહેતાં કે સંયમ અંગીકાર કરી સતત કમૅ ખપાવવા જ પ્રયત્નશીલ રહેવું. જે આત્માનો કષાય મંદ તેનો મોક્ષ નજીક.પૂ.ભદ્રાબાઈ મ.સ.એ 77 વષૅના માનવ જીવન અને 57 વષૅના સુદિઘૅ સંયમ જીવનમાં અનેક આત્માઓને અંતિમ સમયની આરાધનામાં જબરદસ્ત અનુમોદના કરેલ.પૂ.પ્રસન્નમુનિ મ.સા.,પૂ.ધનકુવરબાઈ મ.સ.,પૂ.ભાગ્યવંતાબાઈ મ.સ.,પૂ.ચંપકલતાબાઈ મ.સ.,પૂ.રૂચિતાબઈ મ.સ.વગેરે અનશન આરાધક આત્માઓની અનુમોદના કરેલ.

સાધ્વી રત્ના પૂ.ભદ્રાબાઈ મ.સ.ની સેવા - વૈયાવચ્ચમાં પૂ.હસ્મિતાબાઈ મ.સ.,પૂ.કલ્પનાબાઈ મ.સ.,પૂ.અજિતાબાઈ મ.સ.,પૂ.રશ્મિતાબાઈ મ.સ.,પૂ.ભવિતાબાઈ મ.સ.,પૂ.હેમાંશીબાઈ મ.સ.,પૂ.નમ્રતાબાઈ મ.સ.તથા પૂ.વિનિતાબાઈ મ.સ.આદિ સતિવૃંદ અગ્લાન ભાવે સતત વૈયાવચ્ચ કરેલ.

 

પૂ.ભદ્રાબાઈ મ.સ.ની પાલખી  યાત્રા આજે બપોરે ૩ વાગે રોયલ પાર્ક ઉપાશ્રયથી નીકળી તપસમ્રાટ તીર્થ ધામ પહોંચી હતી. પૂ.ભદ્રાબાઈ મ.સ.કાળધમૅ પામતા રોયલ પાકૅ ઉપાશ્રયે ગોં.સં.ના પૂ.સુશાંત મુનિ મ.સા.,પૂ.પારસ મુનિ મ.સા.તથા પૂ.રાજેશમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.હષૅ મુનિ મ.સા. સહિત ડુંગર દરબારના જશ - ઉત્તમ,પ્રાણ પરિવારના વિશાળ સતિવૃંદ રોયલ પાકૅ ઉપાશ્રયે ઉપસ્થિત રહેલ.સંઘાણી સંપ્રદાય,અજરામર સંપ્રદાય તથા પૂ.રાજેશમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.અર્પિતાજી મ.સ.,ધમૅદાસ સંપ્રદાયના પૂ.મહાસતિજીઓ પણ રોયલ પાકૅ ઉપાશ્રયે પધારેલ.*

પાલખી યાત્રામાં ગોંડલ,મુંબઈ, અમદાવાદ,જામનગર, જુનાગઢ,જેતપુર,સાવરકુંડલા,ધારી,

વિસાવદર,બગસરા,કાલાવડ,ગોંડલ તથા રાજકોટના વિવિધ સંઘોના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.

પાલખી બનાવવાથી લઈને રૂટની  વ્યવસ્થા *અહૅમ્ યુવા સેવા ગ્રુપે* સંભાળેલ.

શ્રી રોયલ પાકૅ સ્થા.જૈન મોટા સંઘના ચંદ્રકાન્તભાઈ શેઠ,ટી.આર.દોશી, અશોકભાઈ મોદી,સુરેશભાઈ કામદાર વગેરે ટ્રસ્ટીગણે તથા રોયલ પાકૅ મહિલા મંડળ,પૂત્રવધુ મંડળ સહિત અનેક શાસન સેવકોએ પ્રંશસનીય સેવા પ્રદાન કરેલ તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.

પૂ.મહાસતિજીના પાર્થિવ દેહને મુખાગ્નિ તેઓના સંસારી પરિવારજન વતી સુદાનથી આવેલા રમણીકભાઈ ગોરધનભાઈ ગાંધીએ આપેલ.

*ગુણાનુવાદ સભા :*

પૂ.ભદ્રાબાઈ મ.સ.ની ગુણાનુવાદ સભા પૂ.સુશાંતમુનિ મ.સા.,પૂ.પારસ મુનિ મ.સ.તથા રાજકોટમાં બીરાજીત વિશાળ સતિવૃંદના પાવન સાનિધ્યમાં સોમવારે સવારે 9 કલાકે રોયલ પાકૅ ઉપાશ્રય,સી.એમ.શેઠ પૌષધ શાળા ખાતે યોજાશે તેમ *ચંદ્રકાંતભાઈ શેઠે* જણાવ્યું છે

(6:35 pm IST)