Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

આજીડેમમાં ૧૦ વર્ષનો વિશાલ અને ૧૩ વર્ષની બહેન કિરણના ડૂબી જતાં મોત

રાજકોટઃ આજડેમમાં ડૂબી રહેલા ૧૦ વર્ષના ભાઇને બચાવવા પાણીમાં કૂદેલી ૧૩ વર્ષની બહેન પણ ડૂબી જતાં બંનેના મોત નિપજ્યા હતાં.

માંડા ડુંગર પાસે રહેતાં અને છૂટક મજૂરી કરતાં દિપકભાઇ ધાપાની દિકરી કિરણ (ઉ.૧૩) ઘર નજીક આજીડેમ પાસે કપડા ધોવા ગઇ હતી. તેની સાથે નાનો ભાઇ  વિશાલ (ઉ.૧૦) પણ ગયો હતો. કિરણ કપડા ધોઇ રહી હતી ત્યારે ભાઇ વિશાલ પાણીમાં ન્હાવા ગયો હતો અને અચાનક ઉંડાણમાં ડૂબવા માંડતાં તેને જોઇ બહેન કિરણ બચાવવા આગળ વધી હતી. પરંતુ ઉંડા પાણીમાં ભાઇ-બહેન બંને ગરક થઇ ગયા હતાં. બીજા લોકો જોઇ જતાં ફાયર બ્રિગેડને જાણ કરતાં તરવૈયાઓ પહોંચ્યા હતાં અને બંનેને બહાર કાઢી બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ બંનેના મોત નિપજ્યા હતાં. ઘટનાને પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આજીડેમના એએસઆઇ પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:18 am IST)
  • રિપબ્લિક ટીવી અને સી વોટરના એક્ઝિટ પોલમાં લોકસભાની 532 બેઠકોમાંથી ભાજપના એનડીએ મોરચાને 287 બેઠક જયારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 128 જયારે અન્ય નાના મોટા પક્ષોને 127 બેઠકો મળશે તેવી જણાવ્યું છે access_time 7:42 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST

  • ન્યુઝ નેશન્સના એક્ઝિટ પોલમાં ભાજપને 282 થી 290 બેઠકો, જયારે કોંગ્રસ અને તેના સાથી પક્ષોને 118થી 126 બેઠકો અન્યને 130 થી 138 બેઠકોમળશે તેવું જણાવાયું છે access_time 7:47 pm IST