Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

દૂધની ડેરી પાસે રિધ્ધી સિધ્ધીમાં જયપાલસિંહના ઘરમાં જૂગારનો દરોડોઃ મહિલાઓ સહિત ૮ પકડાયા

રાજકોટઃ થોરાળા પોલીસે દૂધ સાગર રોડ પર રિધ્ધી સિધ્ધી સોસાયટી-૭ કવાર્ટર નં. ૧૦૯૧માં રહેતાં જયપાલસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.૩૫-રહે. રિધ્ધી સિધ્ધી ૭, કવાર્ટર નં. ૧૦૯૧)માં દરોડો પાડી તેને તથા રૂકસાનાબેન રજાકભાઇ દોઢીયા (ઉ.૪૯-રહે. રસુલપરા-૫, ઝમઝમ ચોક), ગીતાબેન ગિરીશ યાદવ (ઉ.૪૬-રે. ગાંધીગ્રામ શાક માર્કેટ પાસે), મીનાબેન હીરાભાઇ વાંક (ઉ.૪૭-રહે. મવડી ચોકડી જલારામ સોસાયટી-૩), અંજુબેન વશરામભાઇ ખમસાણી (ઉ.૪૨-રહે. રિધ્ધી સિધ્ધી-૯), જસુબેન ધીરૂભાઇ બાહુકીયા (ઉ.૪૦-રહે. ગાંધીગ્રામ ગોવિંદનગર-૬), સિરીનબેન નિશારભાઇ કચ્છી (ઉ.૬૦-રહે. ગુ.હા. બોર્ડ ઝુલેલાલ પાનવાળી શેરી) તથા નયનાબેન ભરતભાઇ ઠક્કર (ઉ.૪૫-રહે. ગુંદાવાડી શાક માર્કેટ શેરી નં. ૨)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૮૭૬૦ની રોકડ કબ્જે લીધી હતી.

જયપાલસિંહે પોતાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી તેને જૂગાર રમવાની વ્યવસ્થા કરી આપી હતી નાલ કાઢી જૂગાર રમાડવાનું શરૂ કર્યુ હતું. થોરાળાના પી.આઇ. બી. ટી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ જાદવ, એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, પીએઅસાઇ જે. જી. ચોૈધરી, રોહિતભાઇ કછોટ, નરસંગભાઇ, મુકેશભાઇ સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો.

(11:18 am IST)