Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

આંબેડકરનગરમાં દૂકાન ખાલી કરવા બાબતે જીતેન્દ્રને વૈભવે તલવાર ઝીંકીઃ દૂકાનમાં તોડફોડ

દૂકાન માલિકનો પુત્ર સંતરામ વાત કરતો હતો ત્યારે તેના મિત્ર વૈભવ નિમાવતે વચ્ચે કૂદી પડી ડખ્ખો કરી ધમાલ મચાવી

રાજકોટ તા. ૧૮: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૫માં રહેતાં જીતેન્દ્ર સુરેન્દ્ર શાહુ (ઉ.૨૬) નામના મુળ બિહારના યુવાનને તે સાંજે ઘર નજકી ગોકુલધામ પાસે ગોકુલનગર-૫ના ખુણે પોતાની મહાકાલી મોબાઇલ નામની ભાડાની દૂકાને હતો ત્યારે દૂકાન માલિક માધુરીબેનના દિકરા સંતરામ શાહુએ દૂકાન ખાલી કરવા બાબતે કહેતાં ત્યારે ત્યાં હાજર સંતરામના મિત્ર વૈભવ નિભાવત નામના શખ્સે દૂકાન ખાલી કરવી જ પડશે...તેમ જણાવતાં જીતેન્દ્રએ તારે આ બાબતે કંઇ લેવા દેવા નથી છતાં કેમ વચ્ચે આવે છે? તેમ કહેતાં  તેણે તલવારથી હુમલો કરી બંને હાથમાં ઇજા કરતાં અને દૂકાનમાં તોડફોડ કરતાં ફરિયાદ થઇ છે.

હુમલામાં ઘાયલ જીતેન્દ્ર સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં  હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને ધર્મેશભાઇ ડાંગરે માલવીયાનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ પી.એલ. ધામા અને અરૂણભાઇ ચાવડાએ જીતેન્દ્રની ફરિયાદ પરથી વૈભવ નિમાવત સામે ગુનો નોંધ્યો હતો. જીતેન્દ્રના કહેવા મુજબ તેણે બે વર્ષથી માધુરીબેન શાહુની દૂકાન ભાડે રાખી છે. ગઇકાલે તેનો પુત્ર સંતરામ દુકાન ખાલી કરવાનું કહેવા આવ્યો ત્યારે સાથે તેનો મિત્ર વૈભવ પણ હતો. તે કારણ વગર વચ્ચે પડતાં તેને વચ્ચે ન આવવાનું કહેતાં તલવારથી હુમલો કરી દૂકાનમાં તોડફોડ કરી નુકસાન કર્યુ હતું.

(3:33 pm IST)