Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ફિકસ પે ઉપર કોન્ટ્રાકટ એપોઇન્ટમેન્ટ વ્યકિતઓને અસર કરતો હાઇકોર્ટનો નિર્ણય

રાજકોટ, તા. ૧૮:  રાજકોટ શહેરમાં જાહેરમાર્ગો, જોવાલાયક સ્થળો, બાગ-બગીચા વિગેરે સ્થળોએ સંપુર્ણ સ્વચ્છતા જળવાઇ રહે તેમજ સ્વચ્છતા બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે તેવા શુભ આશયથી રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી ઙ્ગબંછાનિધિ પાનીએ શહેરમાં વસતા તમામ નાગરિકો તેમજ શહેરની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓ જોગ એક જાહેરનામાં દ્વારા,પાન-માવા-ફાકી-ગુટખાનું સેવન કરી જાહેરમાં ચાલુ વાહને થૂંકવા પર પ્રતિબંધ ફરમાવેલ જે અનુસંધાને આજરોજ તારીખૅં ૧૭-૦૫-૨૦૧૯ ના રોજ કુલ ૦૯ વાહન માલિકોને ઈ-મેમો મોકલવામાં આવ્યા.

જાહેર સ્થળ પર થૂંકનાર વાહન માલિક સી.સી.ટી.વી. કેમેરામાં તસવીર સાથે જણાયેલ અને તેની વાહન નંબર દ્વારા માલિકનું નામ અને સરનામું મેળવી તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા, જેમાં આજરોજ કે.કે.વી. ચોકથી ૦૧, નાનામવા સર્કલથી ૦૧, કાન્તા સ્ત્રી વિકાસ ચોકથી ૦૩ અને ઢેબર ચોકથી ૦૪ વાહન માલિકોને ઈ-મેમો મોકવામાં આવ્યા હતા. 

આ વિષયમાં વાત કરતા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ શહેરમાં જુદા-જુદાં સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા રાખવામાં આવેલ છે. જેનું મોનીટરીંગ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર ખાતે કરવામાં આવે છે. ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે હવેથી ચાલુ કારે, ચાલુ બાઇક કે કોઇ પણ ચાલુ વાહન પરથી જાહેર રસ્તા કે જાહેર સ્થળ પર થૂંકનાર કે પાન-માવા-ફાકીની પિચકારી મારનાર કે ગુટકાનો ચોળેલો મસાલો કે અન્ય કચરો ફેકનાર કોઇ પણ નાગરીક સી.સી.ટી.વી કેમેરામાં ઝડપાશે તો તેના ઉપરથી વાહનના માલિકને તેમના દ્યરે પ્રથમ વખત રૂ.૨૫૦/- તથા બીજી વખત રૂ.૫૦૦/- તથા બે વખતથી વધારે રૂ.૭૫૦/- નો ઇ-મેમો મોકલવામાં આવશે. આ ઇ-મેમો મળતા વાહન માલિકોએ દિવસ-૭(સાત)ની અંદર ઇ-મેમાની રકમ નજીકની વોર્ડ ઓફીસ અથવા સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરવાની રહેશે. જો આ રકમ ભરપાઇ કરવામાં ન આવે તો સેનેટરી ઇન્સપેકટર મારફત રૂ.૧૦૦૦/- ની રકમ રૂબરૂ વસુલ કરવામાં આવશે.

આ પ્રતિબંધનું ઉલ્લંદ્યન કરનાર સામે ધી જી.પી.એમ.સી.એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(10:27 am IST)