Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સરધારના પટેલ યુવાનની હત્યા કેસમાં પાંચ આરોપીના જામીન મંજુર

અન્ય એક આરોપીની ધરપકડ સામે સ્ટે

રાજકોટ તા.૧૯: સરધાર ગામે પટેલ યુવાનનું અપહરણ કરી હત્યાના આરોપસર પકડાયેલ અને જેલમાં રહેલ આરોપી કાળાભાઇ હીરાભાઇ સરસીયાના જામીન ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર તથા અન્ય પાંચ આરોપીઓ ૧. સગરામભાઇ ભીખાભાઇ મુંધવા, ર. જગાભાઇ ભીખાભાઇ મુંધવા, ૩. રામભાઇ અરજણભાઇ મુંધવા, ૪. મનોજભાઇ ખેંગારભાઇ મુંધવા, ૫. પરબતભાઇ ભીખાભાઇ મુંધવા રહેઃ- સરધારનાઓ એ રાજકોટ ની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરતાં રાજકોટના એડી. સેશન્સ જજશ્રી પરમાર રૂ. ૧૫,૦૦૦/-ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ અંગેની વિગત અવી છે કે તારીખઃ ૨/૧/૧૮ના રોજ ગુજરનાર ઉમેશભાઇ રણછોડભાઇ સેલડીયાએ આજીડેમ ચોકડી પોલીસ સ્ટેશનમાં એક ફરીયાદ આપેલી અને ફરીયાદની હકીકત માં જણાવેલ કે, ફરીયાદીએ આ કામના આરોપી વૈભવભાઇ મુંધવાને બહેન ની સાથે પ્રેમ સબંધ હોય અને ભાગી ગયેલ અને પરત આવતા આરોપી ની બહેન ને સોંપી દીધેલ જેની અદાવત રાખી ગેરકાયદેસર મંડળી રચી મારક હથિારો ધારણ કરી ફરીયાદીને પોતાના ઘરે થી મોટરસાયકલ પર બેસાડી લઇ જઇ સરધાર ગામની સીમમાં હાથે પગે અને શરીરે લોખંડ ના પાઇપ ને ધોકા વડે આડેધડ શરીરે માર મારી બંને પગો તેમજ જમણા હાથે ફ્રેકચર કરી ગંભીર ઇજા પહોંચાડયા અંગેની ફરીયાદ કરેલ હતી.

આ કામમાં ફરીયાદીની ફરીયાદ ના આધારે પોલીસે પ્રથમ આઇ.પી.સી. કલમ ૩૬૪,૩૨૫,૩૨૬,૫૦૪,૧૪૩,૧૪૭,૧૪૮ વિગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરી અને આરોપીઓ ની ધરપકડ કરેલ. ત્યારબાદ ફરીયાદીનું અવસાન થતા આઇ.પી.સી. કલમ-૩૦૨ નો ઉમેરો કરવામાં આવેલ હતો.

કેસની હકીકત તેમજ ચાર્જશીટના કાગળો તેમજ આરોપીઓએ ગુનાના કામ માં ભજવેલ ભુમીકાને ધ્યાનમાં લઇ પેરીટીના સિધ્ધાંત મુજબ તમામ આરોપીઓ ને રૂ. ૧૫,૦૦૦/-ના જામીન પર મુકત કરવાનો હુકમ સેશન્સ કોર્ટે કર્યો હતો.

આ કામમાં આરોપીઓ ૧. સગરામ ભાઇ ભીખાભાઇ મુંધવા ૨. જગાભાઇ ભીખાભાઇ મુંધવા, ૩. રામભાઇ અરજણભાઇ મુંધવા, ૪. મનોજભાઇ ખેંગારભાઇ મુંધવા, પ. પરબતભાઇ ભીખાભાઇ મુંધવા રહેઃ- સરધાર પાંચેય આરોપીઓ વીત રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, આનંદભાઇ રાધનપુરા, હર્ષીલભાઇ શાહ, વીજયભાઇ પટગીર, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા રોકાયેલા હતા.

 

(4:10 pm IST)