Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ભાજપ વોર્ડ નં. ૭ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખેલાડીઓને ઈનામો

Alternative text - include a link to the PDF!

રાજકોટ : ભાજપ વોર્ડ નં. ૭ દ્વારા આયોજીત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શરૂઆતથી ૪૯ ટીમો વચ્ચે રમાયેલ મેચોમાં રસાકસી જોવા મળેલ છે. આ ટુર્નામેન્ટમાં ક્રિષ્ટી ઈલેવન, આર.સી. ઈલેવન, બીજેપી રામનાથ ઈલેવન અને શકિત ઈલેવન સેમીફાઈનલમાં પહોંચેલ. આઈ. કે. સિલેકશન દ્વારા સેમીફાઈનલ અને ફાઈનલ મેચ રમવા માટે ટી-શર્ટ આપવામાં આવેલ. પ્રથમ સેમીફાઈનલ ક્રિષ્ટી ઈલેવન અને આર.સી. ઈલેવન વચ્ચે રમાયેલ. જેમાં આર.સી. ઈલેવને પ્રથમ દાવમાં ૮૨ રન કરેલ અને ક્રિષ્ટી ઈલેવને ૮૩ રન કરી ફાઈનલ મેચમાં પહોંચેલ છે. ત્યારબાદ બીજો સેમીફાઈનલ પ્રથમ દાવમાં ૮૬ રન કરેલ અને શકિત ઈલેવને ૮૯ રન કરી વિજેતા થયેલ અને ફાઈનલ મેચમાં પહોંચેલ છે. આ ટુર્નામેન્ટમાં ગઈકાલે રાજયના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજર રહી ક્રિષ્ટી ઈલેવનના બાબા ભગત તરીકે ઓળખાતા ખેલાડીને મેન ઓફ ધ મેચનું ઈનામ આપેલ. શકિત ઈલેવનના સંજયને મેન ઓફ ધ મેચનું જાજરમાન ઈનામ કાશ્મીરાબેન નથવાણીએ આપેલ હતું.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે જીલ્લાના અધ્યક્ષ ડી.કે. સખીયા, મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, જયોતિન્દ્રભાઈ મહેતા (મામા), રાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન નલીનભાઈ વસા, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન એડવોકેટ દિલીપભાઈ પટેલ, એ.જી.પી. કમલેશભાઈ ડોડીયા, શહેરમંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, મુખ્યમંત્રીના પીએ નિરજભાઈ પાઠક, કાશ્મીરાબેન નથવાણી, દલસુખભાઈ જાગાણી, અશ્વિનભાઈ મોલીયા, નીલદીપભાઈ ભટ્ટી, રાહુલભાઈ મહેતા, ગોપાલભાઈ પરમાર (બાબુઆતા), જયેશભાઈ પરમાર, હારૂનભાઈ, આસીફભાઈ સલોત, બહાદુરભાઈ ગોહેલ, ભાવસીંગભાઈ ડોડીયા, કૌશિકભાઈ અઢીયા, નીતીનભાઈ ભૂત, ડી.બી. ખીમસુરીયા, હેમભાઈ ચૌહાણ વગેરે ઉપસ્થિત રેહલ.

આ ટુર્નામેન્ટમાં ઈનોવેટીવ સ્કુલના નિરેનભાઈ જાની, જયેશભાઈ પરમાર, નીતીનભાઈ મણીયાર, ભરતભાઈ રેલીયા, નારણભાઈ બોળીયા, બળવંતભાઈ પૂજારા, મુકેશભાઈ બુંદેલા, ડો.અમિતભાઈ હપાણીનો સહયોગ મળેલ છે.

આ ટુર્નામેન્ટના આયોજક ટીમના દેવાંગભાઈ માંકડ, સુરેન્દ્રસિંહ વાળા, અજયભાઈ પરમાર, જીતુભાઈ સેલારા, કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ વિવિધ કમીટીઓના જયેન્દ્રભાઈ ગોહેલ, સતીષભાઈ ગમારા, પાર્થરાજસિંહ ચૌહાણ, મનોજભાઈ ડોડીયા, સંદિપભાઈ ડોડીયા, રમેશભાઈ દોમડીયા, જયશ્રીબેન રાવલ, રાજુભાઈ મુંધવા, ઈશ્વરભાઈ જીતીયા, કીર્તીભાઈ રાવલ, મયંકભાઈ પાઉં, યોગેશભાઈ વાળા, પરેશભાઈ ડોડીયા, પથુભા ડોડીયા, રાજનભાઈ ત્રિવેદી, પ્રશાંત લાઠીગ્રા, વિજયભાઈ ચૌહાણ, ચંદ્રેશભાઈ પરમાર, ભાવીન ગોટેચા, નિખિલભાઈ મહેતા, દિપકભાઈ પારેખ, બીપીનભાઈ ભટ્ટી, અફઝલભાઈ, મોહીત ગણાત્રા, પરેશભાઈ ચગ, રાજુભાઈ વાઘેલા, જયુભાઈ રાઠોડ, કેતનભાઈ સાપરીયા, મોહિત પરમાર, આશુતોષ મહેતા, આનંદભાઈ વાળા, હિરેનભાઈ ગાંગાણી, મહેશભાઈ ત્રિવેદી, નિકુંજભાઈ વૈદ્ય, દિનેશભાઈ સોલંકી, કાળુભાઈ ઓડ, કિરીટભાઈ કામલીયા, સુરેશભાઈ સિંધવ, ધ્રુવભાઈ રાજા, રાહુલભાઈ દવે, દર્શનભાઈ ત્રિવેદી, હિમાંશુભાઈ કારીયા, જૈનીશ સોની, જીગરભાઈ ભટ્ટ, ઝોહરભાઈ કપાસી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સતાધાર ક્રિકેટ કેમ્પના પરેશભાઈ ડોડીયા, કેતનભાઈ સાપરીયા, સમીરભાઈ દોશી, રાજભા પરમાર, બી.ટી. ગોહિલ, જીણુભા ગોહિલના સહયોગથી ટુર્નામેન્ટ યોજાયેલ છે.(૩૭.૧૨)

(4:08 pm IST)