Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

અકસ્માત મૃત્યુ ના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.૧૯: અકસ્માત મૃત્યુ કેસમાં પકડાયેેલ વાહન ચાલક આરોપી ગોૈતમ દેવાયત જળુ સામેનો કેસ ચાલી જતા અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે આ કેસના આરોપી ગોૈતમ દેવાયતભાઇ જળુ, ધંધો ડ્રાયવીંગ, રહે. મોમાઇ નિવાસ, નવાથોરાળા, શેરીનં. ૬ રાજકોટવાળાની સામે તાલુકા પો.સ્ટે. માં તા. ૧૧/૪/૨૦૦૫ ના રોજ કલમ ૨૭૯-૩૩૭-૩૦૪ (અ) તથા એમ.વી. એકટની કલમ-૧૩૪,૧૭૭,૧૮૪ મુજબનો ગુનો ફરીયાદી યુનુસ ભાઇ એ તેમના દિકરા ઇમરાન ની મોટર સાયકલને ઠોકર મારી ઇજા પહોંચાડી મૃત્યુ નીપજાવવાની ફરીયાદ દાખલ કરેલ.

આ કેસ ચાલી જતાં ઉપરોકત કેસમાં પંચ તેમજ સાહેદો તથા દસ્તાવેજી પુરાવા, ઇન્કવેસ્ટ પંચનામુતથા એફ.આઇ.આર. તથા સ્થાનિક જગ્યાનું પંચનામંુ તપાસેલ હોય પંચો પોતે માત્ર સહીઓ કરેલ હોય તેવું જણાવતા હોય તેમજ સાહેદોએ ગુજરનાર ઇમરાન મધુરમ હોસ્પિટલમાં દાખલ કરેલ.

અકસ્માત આરોપીની બેદરકારીને કારણે થયેલ તે હોય તે બાબતને સમર્થન મળતુ નહોય તે હકીકત સાબીત નથી થતી તેમજ એડવોકેટ બકુલ રાજાણી ની દલીલો ધ્યાને લઇ આરોપીને ક્રિમીનલ પ્રોસીજરની કલમ ૨૫૫(૧) મુજબ આરોપી ની સામેના ગુન્હામાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામના આરોપી ગોૈમત દેવાયતભાઇ જળુના એડવોકેટ તરીકે રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી એડવોકેટ બકુલ રાજાણી, રાજેન્દ્રસિંહ ગોહિલ, પ્રકાશ પરમાર, ભાવેશ હાપલીયા, અમીત જનાણી, રોહિત ધીયા, દિગુભા ઝાલા, ઇન્દુભા રાઓલ, વિજયસિંહ ઝાલા, સતીષ મુંગરા, કલ્પેશભાઇ સાકરીયા, વિ. રોકાયેલ હતા. (૧.૨૦)

(4:08 pm IST)