Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વોર્ડ નં.૧૬ના કોંગી કોર્પોરેટરોના સફળ પ્રયત્નોથી પેવીંગબ્લોક કામ

રાજકોટઃ વોર્ડનં.૧૬ના કોંગ્રેસ આઈના જાગૃત કોર્પોરેટરો વલ્લભભાઈ પરસાણા, રસીલાબેન ગેરેયા, હારૂનભાઈ ડાકોરા, સ્નેહાબેન દવે, સુરેશભાઈ ગેરૈયા, બિપીનભાઈ દવે, હાજીભાઈ ઓડીયાની સફળ રજુઆતથી કોઠારીયા રોડ, ડો.આંબડકર ગેટ, એસ.બી.આઈ. બેન્ક પાસેની રોડ સાઈડમાં આર.સી.સી. કરી પેવીંગ બ્લોક નાખવાનું કામ મંજુર કરાતા આ કામનું ખાતમુર્હુત આ વોર્ડના કોર્પોરેટર રસીલાબેન સુરેશભાઈ ગેરૈયા, પૂર્વ કોર્પોરેટર રંજનબેન ખખ્ખરના હસ્તે કરવામાં આવેલ. આ તકે વોર્ડનાં કોર્પોરેટર વલ્લભભાઈ પરસાણા, હારૂનભાઈ ડાકોર, સ્નેહાબેન દવે, બિપીનભાઈ દવે, સુરેશભાઈ ગેરૈયા, હાજીભાઈ ઓડીયા, ભગવાનજી સોજીત્રા, વોર્ડ પ્રમુખ નારણભાઈ હિરપરા, વોર્ડ મંત્રી અનુભાઈ ઓડીયા, જાગૃતિબેન સોની, ઈબ્રાહીમભાઈ જુણેજા, ઉકાભાઈ ડાંગર, ચેતનભાઈ મંડ વિ.હાજર રહેલ.(૩૦.૫)

 

(4:03 pm IST)