Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

નાગરીક બેંકના ક્રિકેટ કોચીંગ કેમ્પમાં તબીબી માર્ગદર્શન

રાજકોટઃ  રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. અને રાજકોટ શહેર પોલીસ (સુરક્ષા સેતુ સોસાયટી)નાં સંયુકત ઉપક્રમે ૨૩મી નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પ સવારે ૬.૧૫ થી ૮ સુધી, પોલીસ હેડ કવાર્ટર, રેસકોર્ષ ખાતે ચાલી રહેલા. કેમ્પમાં ૪ થી ૧૬ વર્ષ સુધીનાં બોયસ એન્ડ ગર્લ્સ તાલીમ મેળવી રહ્યા છે. બાળકો વાલીઓને હોમીયોપેથી ડો.એન.જે. મેઘાણી અને બાળકોનાં ડો.મેહુલ મિત્રાએ આરોગ્ય જાળવણી વિષયક માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે નલિનભાઈ વસા, જીવણભાઈ પટેલ, સીએ.ગીરિશભાઈ દેવળીયા, જીમ્મીભાઈ દક્ષીણી, હંસરાજભાઈ ગજેરા, સુનિલભાઈ રાઠોડ, કાળુમામા વડેરીયા, કૌશિકભાઈ અઢીયા, હરીશભાઈ શાહ, કિરીટભાઈ કાનાબાર, નિલેશભાઈ શાહ, ઉમેદભાઈ જાની, ઈમ્તીયાઝભાઈ ખોખર, બિતેશભાઈ ટાંક, અલ્પેશભાઈ જોબનપુત્રા, લાલાભાઈ, પ્રદિપભાઈ સરવૈયા, રાજુભાઈ બામટા સહિત અનેક કાર્યકર્તાઓ જહેમત ઉઠાવે છે.(૩૦.૫)

(4:01 pm IST)