Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સરકારની વિવિધ આવાસ યોજનાઓમાં ધિરાણ લેનારાઓમાંથી મહત્તમ લાભાર્થી રાજકોટ નાગરીક સહકારી બેંકમાં છેઃ નલિનભાઇ વસા

રૈયા રોડ શાખાનું ગ્રાહક મિલનઃ નાના અને મધ્યમવર્ગ માટે વિવિધ યોજનાઓ અમલમાં છેઃ હંસરાજભાઇ ગજેરા

રાજકોટઃ નાગરીક સહકારી બેંક લી.ની રૈયા રોડ શાખાનું ગ્રાહક મીલન બેંકની હેડ ઓફિસ અરવિંદભાઇ મણિઆર નાગરીક સેવાલય ખાતે  યોજાયેલ હતો. આ સમારોહમાંની વિશેષતા એ હતી કે સન્માનીત ખાતેદારોને તેમના નિવાસ સ્થાને જઇ બેંકના પદાધિકારીઓએ જઇ સન્માનિત કર્યા હતા અને

 સન્માનિતમાં ખાતેદારો આદિત્ય કાનાબાર (નાનામાં નાના ખાતેદાર), પ્રિયંકા પાઠક (મહિલા યુવા ખાતેદાર), કુશ ઓઝા (યુવાન ખાતેદાર), કાનાબાર પેટ્રોલીયમ- મનીષભાઇ કાનાબાર (ડિપોઝીટર), તન્વીબેન કારીયા, એપ્લાઇડ આઇડીયાઝ (ધિરાણ ખાતેદાર), પ્રદ્યુમનભાઇ મહેતા (જુના બચત ખાતેદાર), દિપકભાઇ નથવાણી, (કરંટ ખાતેદાર), સતીષભાઇ કટારીયા, (એટીએમ મહત્તવ વપરાશ કર્તા), હરસુખભાઇ આહ્યા(એકજ પરિવારના મહમત ખાતેદાર), પોપટભાઇ હરીયાણી, રમાબેન હેરભા, મનોજભાઇ પટેલ, અશોકભાઇ ભાયાણી, ઉપેન્દ્રભાઇ મોદી, ભુષણભાઇ બુંદેલા, અનંતભાઇ ગોહેલને સ્મૃતિભેટ આપી સન્માનીત કરાયા હતા.

 નલિનભાઇ વસાએ જણાવ્યું હતુ કે આપણે જનધન યોજના વિશે જાણીએ છીએ પરંતુ આપણી બેંકે ૬૦ વર્ષની ઉજવણી ૬૧ હજાર નવા ખાતાઓ ખોલી કરી હતી. આવી જ રીતે બેંક દ્વારા '' મન્ડે નો કાર ડે'' દર સોમવારે બેંકનાં  પદાધિકારીઓ કર્મચારીઓ બેંકની પોતાની કારનો વપરાશ કરતાં નથી. સરકારની વિવિધ આવાસ યોજનાઓમાં ધિરાણ લેનારાઓમાં મહત્તવ લાભાર્થી આપણી બેંકમાં છે. બેંકનું મિશન અને વિઝન નાના માણસની મોટી બેંકને ચરિતાર્થ કરવાનુ છે. નાના અને મધ્યમ વર્ગના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવે તેવા કાર્યો આપણે કરીએ છીએ ગ્રાહક મિલન થકી દર વર્ષે ગ્રાહકોને મળવું એ પરંપરા છે. ગ્રાહક મિલન માટે અહિં આપને બોલાવ્યા તેનો હેતુ બેંકનું આ અધતન ભવન આપને બતાવવાનો છે. આપ જે બેંક સાથે સંકળાયેલા છો તે કેવી રીતે કાર્ય  કરે છે. ભવનને બે વખત ભારતનાં અગ્રણી મેગેઝીન દ્વારા એવોર્ડ મળેલા છે. આ બેંક પોલીસી ડ્રીવન બેંક  છે. બેંકમાં દરેક માટે પોલીસી લાગુ પડે છે. અને તેમા દર્શાવ્યા મુજબ જ કાર્ય થાય છે માઇનોર (૧૦ વર્ષથી વધુ અને ૧૮ વર્ષ સુધીના) બાળકોના બેંક ખાતા ખોલવાની સુવિધા છે તેમને ચેકમા સહિ કરી ઉપાડી શકે છે આ સુવિધથી બાળકો બેંન્કિંગ ગતિવિધિથી પરિચિત થશે. બેંક દ્વારા મહિલાઓને ધિરાણમાં નિયત વ્યાજદર કરતાં ૧ ટકા વિશેષ  છુટ આપવામાં આવે છે. આવી જ રીતે દર માસમાં ત્રીજા શનિવારે સાંજે વિવિધ લેખકોનાં ખ્યાતનામ પુસ્તકનું તેમને કે કોઈ ખ્યાતનામ વકતાને બોલાવી પુસ્તક પરબ ચાલે છે.

 હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, 'આપણી બેન્ક' 'નાના માણસની મોટી બેન્ક' છે. જીવણભાઈ પટેલે જણાવ્યું હતું કે ફકત બેન્કિંગ જ નહી પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ સાથે બેન્કિંગ કરવામાં આવે છે. તેમાં સૌરાષ્ટ્ર- કચ્છમાં એન્જીનીયરીંગ ભણતરની એકપણ કોલેજ નહોતી ત્યારે આપણી બેન્કે પહેલ કરી, માતબર દાન આપી વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ શરૂ કરાવી. છેલ્લા ૨૩ વર્ષથી બાળકો માટે નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પ ચાલે છે. આ ઉપરાંત સભાસદ અને પરિવારજનોને કેન્સરની માંદગીમાં આર્થિક સહાય આપે છે. આવી જ રીતે કોઠારી નિદાન કેન્દ્ર, શ્રી પંચનાથ લેબોરેટરી, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, સીનર્જી હોસ્પિટલ, અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવારમાં આર્થીક સહાય કરે છે.

વિનોદ શર્માએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર- કચ્છમાં બીસીબીએફની મંજુરી ફકત રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ને છે તે અંતર્ગત ૨૫ બીસીબીએફ કાર્યરત છે. ફકત ૫૯ સભાસદો અને રૂ.૪,૮૯૦ની શેર મૂડી સાથે શરૂ થયેલી આપણી બેન્ક અત્યારે ૨,૭૯,૧૭૨ સભાસદો, રૂ.૫૧.૨૨ કરોડની શેરમૂડી, રૂ.૪,૧૨૭ કરોડની થાપણ, રૂ.૨,૩૫૬ કરોડનું ધિરાણ અને રૂ.૫૮૩ કરોડનું સ્વ- ભંડોળ ધરાવે છે. મૂડી પર્યાપ્ત રેશિયો ૧૬.૦૭ ટકા છે. યુનિટ બેન્કથી શરૂ થયેલી આપણી બેન્કનું ૩૮ શાખા, ૨ એકસટેન્શન કાઉન્ટર અને ૨ ઓફસાઈટ એટીએમનું વિશાળ નેટવર્ક છે. વિશેષમાં આરટીજીએસ, એનઈએફટી, એનડીએસ, સીટીએસમાં ડાયરેકટ સભ્યપદ છે. યુપીઆઈ, ઈ-કોમ, ઈ-પાસબુક, આસ્બા સુવિધાથી સજજ છે.'આ સમારોહમાં નલિનભાઇ વસા (ચેરમેન), જીવણભાઇ  પટેલ (વાઇસ ચેરમેન) હંસરાજભાઇ ગજેરા,(પ્રભારી ડિરેકટર), હરીભાઇ ડોડીયા (ડિરેકટર), સીએ ગીરીશભાઇ દેવળીયા (ડિરેકટર), કિર્તીદાબેન જાદવ (ડિરેકટર) હરકિશનભાઇ ભટ્ટ, (એડવાઇઝર ટુ બોર્ડ), વિનોદ શર્મા (સીઇઓ), રૈયા રોડ શાખા વિકાસ સમિતિમાંથી લલિતભાઇ (કાળુમામા) વડેરીયા, (કન્વીનર), જયોતિબેન ભટ્ટ,  ( સહ કન્વીનર), જયંવતભાઇ  ધોળકીયા, પ્રશાંતભાઇ વાણી, હસુભાઇ ચંદારાણા, અતુલભાઇ પંડીત ત્રિલોકભાઇ ઠાકર (સીડીઓ) રજનીકાંત રાયચુરા (એ.જી.એમ બેન્કીંગ), વલ્લભભાઇ આંબલીયા (એ.જી.એમ એકાઉન્ટીંગ), ગીરીશભાઇ ભુત (એ.જી.એમ કેડ્રીટ), ટી.સી. વ્યાસ (એ.જી.એચ. આર), ભરતભાઇ હિંગરાજીયા, (ચીફ મેનેજર એસ્ટેટ), ગુણવંતરાય ભટ્ટ, (ઇન્ચાર્જ મેનેજર), કિશોરભાઇ મુંગલપરા (સ્ટાફ રિલેશન મેનેજર) ઉપસ્થિત રહયા હતા.

 આ તકે ગુણવંતભાઇ ભટ્ટે પીપીટી દ્વારા શાખાની  વિવિધ આંકડાકીય માહિતી રજુ કરી હતી. આભાર દર્શન લલીતભાઇ (કાળુમામા) વડેરીયાએ અને સંચાલન મધુરભાઇ નરશ્યીને કર્યું હતું (૪૦.૧૦)

(4:00 pm IST)