Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

મહાવીરસિંહ ઉર્ફ માવલો ૪૮ બોટલ દારૂ સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચે વિનાયકનગરમાં દરોડો પાડ્યો

રાજકોટ તા. ૧૯: ક્રાઇમ બ્રાંચે મવડી પ્લોટ વિનાયકનગર-૧૫માં રહેતાં મહાવીરસિંહ ઉર્ફ માવલો દિલીપસિંહ પરમારને તેના ઘરમાંથી રૂ. ૧૪૪૦૦ના ૪૮ બોટલ દારૂ સાથે પકડી લીધો છે.

એસીપી જયદિપસિંહ સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં  પીએસઆઇ ડી.પી. ઉનડકટ, હેડકોન્સ. ભરતભાઇ વનાણી, પુષ્પરાજસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પુષ્પરાજસિંહ અને યુવરાજસિંહની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. (૧૪.૧૨)

(3:56 pm IST)