Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વેરામાં ૧૦ ટકા વળતર યોજનાં લંબાવવા આગામી સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્તઃ મ્યુનીસીપલ કમિશ્નર

હજુ વાંધા અરજીનાં ઢગલા યથાવતઃ ૭૬૦૦ સામે રર૦૦નો નિકાલ

રાજકોટ, તા., ૧૯: મ્યુ. કોર્પોરેશન દ્વારા આ વર્ષથી નવી કોર્પેટ વેરા પધ્ધતી અમલી બનાવતાં નવા વેરા મુજબનાં વેરા બીલ પહોચાડવામાં  તંત્ર વામણું પુરવાર થયું છે એટલું જ નહીં વેરા સામે વાંધા અરજીનાં ઢગલાઓ પણ થયા છે. આ તમામ કારણોસર વેરામાં ૧૦ થી ૧પ ટકા વળતર યોજનાનાં લાભથી લાખો કરદાતાઓ વંચીત રહી જવાની સંભાવના છે ત્યારે લોકમાંગને સ્વકીારી આગામી ૧ મહિનો ૧૦ થી ૧પ ટકા વેરા વળતર યોજના લંબાવાશે તેવો નિર્દેશ, મ્યુ. કમિશ્નરશ્રીએ આપ્યો છે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જાહેર કર્યા મુજબ વેરાબીલ સામે આજદિન સુધીમાં ૭૬૦૦ વાંધા અરજીઓ તંત્રને મળી છે તેની સામે રર૦૦ અરજીઓનો નિકાલ કરી દેવાયો છે. 

આમ હજુ લાખો-હજારો કરદાતાઓ ૧૦ ટકા વળતરથી વંચીત છે. ત્યારે આ વળતર યોજનાં લંબાવવા સ્ટેન્ડીંગ કમીટીને દરખાસ્ત કરવામાં આવશે કે કેમ? તેવા પ્રશ્નના જવાબમાં કમિશ્નરશ્રીએ નિર્દેશ આપ્યો હતો કે આગામી મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં ૧૦ ટકા વળતર યોજના ૧ મહીનો લંબાવવા દરખાસ્ત કરાશે. (૪.૧૬)

(3:55 pm IST)