Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ચુનારાવાડનો સોયેબ ઉર્ફ સોયલો કોળી સગીરાનું બીજી વખત અપહરણ કરી ગયો

અગાઉ જેલમાં પણ રહેવું પડ્યું હતું: તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૯: અગાઉ ચુનારાવાડમાં રહેતાં અને હાલમાં નાના મવા રોડ પર આર.એમ.સી. કવાર્ટરમાં રહેતાં કોળી મહિલાની ૧૭ વર્ષ ૧૧ માસની વય ધરાવતી દિકરીને ચુનારાવાડનો મુસ્લિમ શખ્સ સોયેબ ઉર્ફ સોયલો ભગાડી જતાં તાલુકા પોલીસે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદીની દિકરી ગોવિંદ રત્ન બંગલો નજીક હતી ત્યાંથી ચુનારાવાડનો સોયેબ ભગાડી ગયો છે. અગાઉ પણ તે આ સગીરાને ભગાડી જતાં ગુનો નોંધાતા જેલહવાલે થયો હતો. ચાર મહિના પહેલા છુટ્યા બાદ ફરીથી અપહરણ કરી ગયાનું ફરિયાદમાં જણાવાતાં પી.આઇ. વી.એસ. વણઝારા અને ટીમે તપાસ હાથ ધરી છે.

(2:44 pm IST)