Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

પડોશી મહિલાના ઝઘડા-ધમકીથી કંટાળી ભાવેશભાઇએ ફિનાઇલ પીધું

માર્કેટ યાર્ડ પાસે હુડકો કવાર્ટરમાં બનાવઃ ભાનુશાળી યુવાન સારવારમાં

રાજકોટ તા. ૧૯: માર્કેટ યાર્ડ નજીક હુડકો કવાર્ટરમાં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં ભાવેશભાઇ માવજીભાઇ ભાનુશાળી (ઉ.૪૦) નામના યુવાને રાત્રે એકાદ વાગ્યે જુના માર્કેટ યાર્ડના ગેઇટ નજીક ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ભાવેશભાઇના કહેવા મુજબ તે ત્રણ ભાઇમાં મોટા છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પોતાના પડોશમાં રહેતાં એક મહિલા નાની-નાની વાતે ઝઘડા કરી પોતાને અને પોતાના પત્નિને હેરાન કરતાં હોઇ તેમજ સતત ધાકધમકી આપતાં હોઇ કંટાળીને થોડા દિવસ ઘર મુકીને પિતાના ઘરે રહેવા જતાં રહ્યા હતાં. પરમ દિવસે ફરીથી પોતાના ઘરે આવતાં ફરીથી આ મહિલાએ ઝઘડો કરતાં કંટાળી જઇ ફિનાઇલ પી લીધી હતી. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. (૧૪.૯)

 

(2:43 pm IST)