Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સોમવારથી રામેશ્વર મહાદેવધામે શિવ-મહાપુરાણ કથા : પૂ.કાલીચરણ બાપુ જ્ઞાનગંગા વહાવશે

મંદિરના જીર્ણોદ્ધાર નિમિતે આયોજન : વિવિધ પ્રસંગો ઉજવાશે

રાજકોટ, તા. ૧૯ : શ્રી રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, મહિલા સત્સંગ મંડળ, આનંદ ગરબા મંડળના સંયુકત ઉપક્રમે રાજકોટ રૈયા રોડ જીવનનગર શેરી નં. ૪, બ્રહ્મસમાજ સામે, મહાદેવધામના પટાંગણમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું ધાર્મિક આયોજન તા.૨૧ સોમવારથી તા.૨૯મી મે સુધી દરરોજ બપોરે ૩:૩૦ થી ૭:૩૦ સુધી કથા મંડપમાં કરવામાં આવ્યુ છે. જેમાં કથાનું રસપાન યુવા કથાકાર શિવભકત કાલીચરણ બાપુ કરાવશે. મંદિરના જીર્ણોદ્ધાર માટે આયોજકો દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાવાના છે.

પુનિત પ્રસંગોમાં તા.૨૧મીના સાંજે ૫ કલાકે પોથીયાત્રા, તા.૨૨ સાંજે ૪ કલાકે કથા મહાત્મ્ય, તા.૨૩ સાંજે ૪:૩૦ કલાકે શિવ પ્રાગ્ટય, તા.૨૪ના સાંજે ૪ કલાકે, રૂદ્રાક્ષનો મહિમા, તા.૨૫ના સાંજે ૫ કલાકે સૃષ્ટિ સર્જનની કથા, તા.૨૬ સાંજે ૫ કલાકે શિવ વિવાહ, તા.૨૭ સાંજે ૫ કલાકે ગણપતિજી પ્રાગ્ટય, તા.૨૮ સાંજે ૫ કલાકે દ્વાદશ જયોર્તિલિંગ, તા.૨૯ સાંજે ૭ કલાકે કથા વિરામ, પોથીપૂજન થશે. પોથીના પાટલા માટે સોમવાર સવારે ૧૦ સુધી નામ નોંધાવી દેવા. શિવકથામાં દરરોજ સાંજે ૬ થી ૭ આગેવાનો ઉપસ્થિત રહેશે.

કથાના મુખ્ય આયોજક વિજયભાઈ જોબનપુત્રા, નવીનભાઈ પુરોહિત, જેન્તીભાઈ જાની, ગોવિંદભાઈ પટેલ, શૈલેષભાઈ પૂજારા, પાર્થ ગોહેલ, વિનુભાઈ ઉપાધ્યાય, પંકજભાઈ મહેતા, ભુપતભાઈ મહેતા, વી.સી. વ્યાસ, પૂજારી ભુપેન્દ્રભાઈ ભટ્ટ, નયનેશ ભટ્ટ, પંકજભાઈ ખખ્ખર, શૈલેષભાઈ પટેલ, રસીકભાઈ શુકલ, મહિલા મંડળના ભારતીબેન રાવલ, કલ્પનાબેન દવે, શોભનાબેન ભાણવડીયા, અલ્કાબેન પંડ્યા, સુનિતાબેન વ્યાસ, જયોતિબેન પૂજારા, ભદ્રાબેન ગોહેલ, પ્રફુલાબેન બોરીચા, રેખાબેન વાઢેર, કુસુમબેન ચૌહાણ, જયશ્રીબેન વ્યાસ, વર્ષાબેન ભટ્ટ, જયશ્રીબેન મોડેસરા, જયાબેન શાપરીયા, આશાબેન મજેઠીયા, મીતાબેન વાછાણી, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડ્યા, કવિતાબેન દવે, હંસાબેન ચુડાસમા, ગીતાબેન મકવાણા, નયનાબેન ઉપાધ્યાય, યશોધરા મહેતા, ભકિતબેન ખખ્ખર, પ્રસન્નબા વાળા, ક્રિષ્નાબેન ભટ્ટ, પૂનમબેન, મીતાબેન, પારૂલબેન, શારદાબેન, મુકતાબેન, વીણાબેન, સરોજબેન, આરતીબેન, કાજલબેન, અલ્પાબેન, બીનાબેન સહિત મંડળના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:46 pm IST)