Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

રાજકોટ જિલ્લા અનુ.જાતિ મોરચાના મહામંત્રીપદે લાલજીભાઇ અને જીતેન્દ્રભાઇ

રાજકોટ તા. ૧૯ : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા અને મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરા સાથે જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ ગોવિંદભાઇ રાઠોડે વિચાર વિમર્શ કરી જિલ્લા ભાજપ અનુ. મોરચાના મહામંત્રી પદે જેતપુરના લાલજીભાઇ આઠુ અને પડધરી તાલુકાના જીતેન્દ્રભાઇ ચૌહાણની નિમણુંક કરેલ છે.

આ નિમણુંકને જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો.ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, હિરેનભાઇ જોશી સહીત જિલ્લાના આગેવાનો હોદેદારો અને તાલુકા મંડલના અનુ.જાતિ સમાજના કાર્યકર્તાઓએ આવકારેલ છે. (૧૬.૨)

(12:08 pm IST)