Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

માતાએ ઓરડીની બારીમાંથી જોયું તો તેની પાંચ વર્ષની દિકરીને ૫૮ વર્ષનો બિહારી ઢગો પીંખતો'તો!

શહેરમાં વધુ એક કલંકીત ઘટનાઃ બળાત્કારી પ્રોૈઢ સકંજામાં: આગવી ઢબે સરભરા

રાજકોટ તા. ૧૯: શહેરમાં માસુમ બાળાઓ સાથે ઢગાઓ, વૃધ્ધો દ્વારા દૂષ્કર્મ આચરાયાની અગાઉ પણ ઘટનાઓ બની ચુકી છે. વધુ એક કિસ્સામાં ૫૮ વર્ષના હવસખોર બિહારી પ્રોૈઢે પાંચ વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજારતાં આ નરપિશાચ પર ફિટકાર વરસી રહ્યો છે. મહિલા પોલીસે બળાત્કાર-પોસ્કો હેઠળ ગુનો નોંધી આ હવસખોરને સકંજામાં લીધો છે. પોતાની માસુમ દિકરી સાથે હવસખોર ન કરવાનું કરી રહ્યો હતો એ દ્રશ્ય માતાએ ઓરડીની બારીમાંથી નજરે નિહાળતાં તે હેબતાઇ ગઇ હતી. આ ઢગાને લોકોએ બેફામ ઢીબી નાંખ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસે બાળકીના માતાની ફરિયાદ પરથી મુળ ઉત્તર પ્રદેશના સુદામા લુરૂખભાઇ ચોૈધરી (ઉ.૫૮) સામે આઇપીસી ૩૭૬ તથા પોસ્કો હેઠળ ગુનો નોંધ્યો છે.  પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ ૧૬મીએ  રાત્રે નવેક વાગ્યે તેણી તેના ઘરમાં હતી ત્યારે તેની પાંચ વર્ષની અને ચાર વર્ષની બે દિકરીઓ બહાર ડેલી પાસે રમતી હતી. જેમાંથી ચાર વર્ષની દિકરી ઘરમાં પરત આવી ગઇ હતી. થોડીવાર બાદ પડોશી યુવાને આવીને કહેલ કે તમે તમારી દિકરીનું ધ્યાન રાખતા નથી, જોવો સુદામા તમારી છોકરી સાથે શું કરે છે?...આ સાંભળી પોતે સુદામા જ્યાં ભાડેથી રહે છે એ ઓરડી તરફ દોડી ગયેલ અને બારીમાંથી ડોકીયુ કરતાં તેણીની પાંચ વર્ષની દિકરી સાથે સુદામા દૂષ્કર્મ આચરતો જોવા મળતાં તેણી હેબતાઇ ગઇ હતી દેકારો મચાવી દરવાજો ખોલવાનું કહેતાં તેણે ઉભા થઇ પેન્ટ પહેરી લીધુ હતું.

દરવાજો ખોલાતાં જ મહિલા અંદર ધસી ગઇ હતી અને હવસખોર સુદામાને ત્રણ-ચાર ફડાકા મારી દીધા હતાં. બાદમાં રાત્રે પતિ કામેથી ઘરે આવતાં બધી વાત કરી હતી. રાત્રે દિકરી લઘુશંકા કરવા ગઇ ત્યારે રડવા માંડતાં તપાસ કરતાં પેશાબ સાથે લોહી નીકળતું હોઇ બીજા દિવસે ડોકટરને દેખાડતાં તેણી સાથે દૂષ્કર્મ થયાની ખબર પડી હતી. મહિલા પોલીસ મથકના પી.આઇ. પી. બી. સાપરા, સુધાબેન, હાજીભાઇ અને શૈલેષભાઇએ ગુનો નોંધી હવસખોરને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

પોૈરૂષત્વનું પરિક્ષણ ન થઇ શકયું: કાલે ફરી હોસ્પિટલે લઇ જવાશે

સુદામા એક વર્ષથી રાજકોટમાં તેના ૨૮ વર્ષના દિકરા સાથે રહે છે અને વિરાણી અઘાટમાં કારખાનામાં કામ કરે છે. તેને પોૈરૂષત્વના પરિક્ષણ માટે હોસ્પિટલમાં રજૂ કરાયો હતો. પરંતુ પરિક્ષણ થઇ ન શકતાં આવતી કાલે ફરીથી હોસ્પિટલે લઇ જવાશે. પ્રાથમિક પુછતાછમાં તેણે પોતે બાળકીને રમાડવા લઇ ગયાનો લૂલો બચાવ કર્યો હતો.

 

(4:07 pm IST)