Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

રાજકોટમાં બે દિ 'TV9 એજયુકેશન એકસ્પો'

નોબલ હાઉસ ખાતે ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે દીપપ્રાગટય : 'પ્રેસર ઓર પેશન' થીમ : વિવિધ સંસ્થાઓ દ્વારા કોર્ષ અને પ્રોગ્રામોનું માર્ગદર્શન : કાલે સમાપન

રાજકોટ તા. ૧૯ : દેશમાં આગળ પડતું પ્રાદેશિક સમાચારોનું નેટવર્ક ધરાવતા ટી.વી.૯ દ્વારા વિવિધ ભાગોમાં એજયુકેશનના એકસ્પોનું આયોજન થતુ આવ્યુ છે. આ વર્ષે ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટકના ૧૨ જેટલા સ્થળોએ આવા એજયુકેશન એકસ્પોના આયોજનો થયા છે.

જે અંતર્ગત તાજતેરમાં જ અમદાવાદ ખાતે બે દિવસીય ટીવી ૯ એજયુકેશન એકસ્પો ૨૦૧૮ ના સફળ આયોજન બાદ હવે બે દિવસીય એકસ્પોનું રાજકોટમાં તા. ૧૯ અને ૨૦ ના 'પ્રેસર ઓર પેશન' થીમ પર આયોજન કરાયુ છે.

આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે દિપપ્રાગટય કરી શુભારંભ કરાયો હતો. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ભાજપના સીનીયર નેતા નીતિન ભારદ્વાજ,  સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા વગેરે ઉપસ્થિત રહેલ.

આ એકસ્પોમાં ભાગ લેનાર પાર્ટીસીપન્ટ પોતાની સંસ્થાઓ અને લાક્ષણિકતાઓ આ ઇવેન્ટ દરમિયાન રજુ કરાશે.ભારત અને વિશ્વભરની યુનિવર્સિટીઓ પોતાને ત્યાં ચાલતા વિવિધ કોર્સ અને પ્રોગ્રામ સાથે હાજર રહેશે.

એકસ્પોમાં ભાગલેનાર બધી યુનિવર્સિટીઓ તરફથી ઓફર કરાયેલા કોર્ષ અને પ્રોગ્રામ એક જ જગ્યાએ સરખાવીને પોતાના માટે શું સૌથી શ્રેષ્ઠ છે તે નકકી કરવાની તક હશે.

વિદ્યાર્થીઓ વાલીઓ માટે વિવિધ કોર્ષ અને પ્રોગ્રામના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપો ગોઠવાશે. ટુકમાં એક છત નીચે સારૂ માર્ગદર્શન, સલાહ અને એડમીશન મેળવવાની સારી તક અહીં ઉપલબ્ધ હશે.

રાજકોટમાં તા. ૧૯ અને ૨૦ ના નોબલ હાઉસ, કણસાગરા કોલેજની સામે, કાલાવડ રોડ ખાતે યોજાયેલ 'ટીવી ૯ એજયુકેશન એકસ્પો' નો વધુને વધુ વિદ્યાર્થીઓ- વાલીઓએ લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. (૧૬.૧)

 

(2:45 pm IST)