Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાજકોટ ચેમ્‍બર પ્રમુખ વી. પી. વૈષ્‍ણવને સાંત્‍વના પાઠવતા સી. આર. પાટીલ અને ભાજપ અગ્રણીઓ

રાજકોટ : અગ્રણીય મહાજન સંસ્‍થા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના પ્રમુખ વી. પી. વૈષ્‍ણવના પિતાશ્રી પોપટભાઇનો સ્‍વર્ગવાસ થતા રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ટેલીફોનિક તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલએ રૂબરૂ તેમના નિવાસ સ્‍થાને જઇ શોકની લાગણી વ્‍યકત કરી હતી. આ સમયે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, પરેશભાઇ ગજેરા, ડો. બોઘરા, ભુપતભાઇ બોદર, મનસુખભાઇ રામાણી, ચેમ્‍બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા વગેરે સાથે જોડાયા હતા. જે બદલ વી.પી. વૈષ્‍ણવ, બાબભાઇ વૈષ્‍ણવ અને સમગ્ર વૈષ્‍ણવ પરિવારે પણ અંતઃકરણથી આભારની લાગણી વ્‍યકત કરી હતી.

(4:37 pm IST)
  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી આવૃત્તિની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્પિન કોચ મુથૈયા મુરલીધરનની તબિયત અચાનક બગડી હતી અને ત્યારબાદ તેને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે તેની છાતીમાં અચાનક દુખાવો થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. access_time 11:02 pm IST

  • કોવિડ -19 રસી ઉપર અમેરિકી પ્રમુખ જો બાયડને જણાવ્યું છે કે "અમેરિકામાં "16" વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક આજે રસી મેળવવા પાત્ર છે. જેમ બને તેમ સૌ રસી જલ્દી મુકાવે" access_time 12:19 am IST

  • રેલ્વે આ સાથેની સૂચિ મુજબના રાજ્યોમાં નિ:શુલ્ક ઓક્સિજન પૂરો પાડશે : મહારાષ્ટ્ર 1500 મેટ્રિક ટન, ઉત્તરપ્રદેશ 800 મેટ્રિક ટન, દિલ્હી 350 મેટ્રિક ટન, પંજાબ 300 મેટ્રિક ટન, છટ્ટીસગઢ 250 મેટ્રિક ટન, ગુજારાત 200 મેટ્રિક ટન, બિહાર 200 મેટ્રિક ટન, ઝારખંડ 200 મેટ્રિક ટન access_time 9:34 am IST