Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

સામાકાંઠા વિસ્‍તારની પાંચ દુકાનો સોશીયલ ડીસ્‍ટન્‍સના અભાવે સીલ કરતી પોલીસ

રાજકોટ : શહેરમાં કોરોના મહામારીમાં વધતા સંક્રમણને અટકાવવા માટે પોલીસ જાહેરનામાનો કડક અમલ કરાવી રહી છે ત્‍યારે આજે બીડીવીઝન પોલીસ મથકના પી.આઇ.એમ.બી.સૌસુરા, પી.એસ.આઇ. બી.બી.કોડીયાતર, ટફીક શાખાના પી.એસ.આઇ. પી.એલ.ધામા તથા મહાનગરપાલીકાના સ્‍ટાફે પારેવડી ચોક પાસે ગાત્રાળ ટી સ્‍ટોલ, સંતકબીર રોડ પરની આપા ડીલક્ષ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, શકિત ટી સ્‍ટોલ, મોરબી રોડ પરની ઠાકર ધણી પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, કુવાડવા રોડ પરની કનૈયા પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ નામની દુકાન સાત દિવસ માટે સીલ કરી વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી.

(4:29 pm IST)