Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

પારડી રોડ પર કોમ્‍યુનિટી હોલમાં કોવિડ હોસ્‍પીટલ શરૂ કરવા મ.ન.પા.ની તજવીજ

અમૃત ઘાયલ હોલમાં એક ભાગમાં ગોકુલ હોસ્‍પીટલ દ્વારા કોવિડ કેર સેન્‍ટર શરૂ થશે

રાજકોટ તા. ૧૯ : શહેરમાં કોરોના સંક્રમણ વચ્‍ચે દર્દીઓ માટે બેડની અછત પુરી કરવા મ.ન.પા.દ્વારા વધુ એક કોમ્‍યુનીટી હોલમાં કોવિડ હોસ્‍પિટલ શરૂ કરવા મ.ન.પા.દ્વારા તજવીજ શરૂ કરાઇ છે.

 

આ અંગે સતાવાર સૂત્રોમાંથી જાણવા મળ્‍યા મુજબ અમૃત ઘાયલ હોલના એક ભાગમાં સીનર્જી હોસ્‍પીટલ સંચાલીત કોવિડ કેર સેન્‍ટર શરૂ થઇ ગયું છે. જયારે હવે બીજા ભાગમાં ગોકુલ હોસ્‍પીટલ દ્વારા કોવિડ કેર સેન્‍ટર એક બે દિવસમાં શરૂ થઇ જશે.

દરમિયાન પારડી રોડ આનંદનગર વિસ્‍તારમાં આવેલ પૂ. સદ્દગુરૂ રણછોડદાસજી કોમ્‍યુનિટી હોલમાં પણ કોવિડ હોસ્‍પીટલ શરૂ કરવા ખાનગી હોસ્‍પીટલ સાથે વાટા-ઘાટો થઇ રહી છે.

આ સ્‍થળે ૧૦૦ થી વધુ બેડની હોસ્‍પિટલ શરૂ થઇ શકશે.

(4:28 pm IST)
  • ચીનના કબ્‍જાગ્રસ્‍ત હોંગકોંગે ભારતથી આવતી તમામ ફલાઈટો ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે : પાકિસ્‍તાન અને ફીલીપાઈન્‍સની ફલાઈટો ઉપર પણ બાન મૂકી દીધો છે access_time 11:49 am IST

  • એર કાર્ગો નવ વર્ષના ગાળા પછી ફોમ રાજકોટ એરપોર્ટ ફરી શરૂ કરશે. પેસેન્જર ટર્મિનલ દ્વારા કાર્ગો કામગીરી શરૂ કરવા રાજકોટ એરપોર્ટને મંજૂરી મળી છે. એર ઇન્ડિયા અને ઈન્ડિગો એરલાઇન્સો એ તરત જ કાર્ગો ઓપરેશન શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. access_time 4:50 pm IST

  • યુપીના ૫ શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનના આદેશ : ગોરખપુર અને પ્રયાગરાજમાં લોકડાઉન : આજે રાતથી ૨૬ ઍપ્રિલ સુધી લોકડાઉન access_time 6:16 pm IST