Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

નામ બડે ઓર દર્શન છોટે...ચોકીદારનું મોત, જાણીતી કલબના સંચાલકના પુત્રએ સેવામાં રસ ન દાખવ્યો

આ તો અમારી બિલ્ડીંગના ચોકીદાર હતાં...તેમ કહી આધારકાર્ડ આપી નીકળી ગયા! : કોરોના મહામારીમાં સોૈ કોઇ અજાણ્યાઓની પણ મદદ કરી રહ્યા છે ત્યારે અહિ માનવતા પણ વિસરી જવાયાની ભારે ચર્ચા

રાજકોટ તા. ૧૯: કોરોનાના કહેર વચ્ચે મુશિબતમાં મુકાયેલા લોકો એક બીજાને ઓળખતા ન હોવા છતાં કોઇને કોઇ પ્રકારે મદદ કરી રહ્યા છે. બીજી તરફ એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતાને શર્મશાર કરી દીધી છે. એકાદ દસકાથી જાગનાથપ્લોટ વિસ્તારના એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતાં એક વૃધ્ધ કે ગત સાંજે એસ્ટ્રોન ચોક પાસેના લેન્ડમાર્ક બિલ્ડીંગ પાસે બેભાન થઇ ગયા બાદ તેમનું મોત નિપજતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ કરી હતી. આ વૃધ્ધ પાસેથી મળેલા આધારકાર્ડ પરથી તેમનું નામ અશોકભાઇ ગોૈરીશંકર (ઉ.વ.૬૫) હોવાનું ખુલ્યું હતું. પોલીસે તપાસ કરતાં આ વૃધ્ધ જાગનાથ પ્લોટ વિસ્તારના જ એક એપાર્ટમેન્ટમાં દસ વર્ષથી ચોકીદારી કરતાં હોવાનું ખુલતાં પોલીસે રહેવાસીને જાણ કરી હતી. પરંતુ ખુબ મોટી નામના ધરાવતાં શહેરની કલબના સંચાલકના પુત્ર એવા આ રહેવાસીએ ખરા સમયે માનવતાને નેવે મુકી દીધી હોવાની ભારે ચર્ચા છે.

નામ બડે ઓૈર દર્શન છોટે...જેવું અહિ થયાનું લોકો કહે છે. પોલીસે વૃધ્ધની ઓળખ માટે જેમને બોલાવ્યા એ મહાશયે વૃધ્ધનું આધારકાર્ડ પોલીસને આપી દીધુ હતું અને હા આ તો અમારા એપાર્ટમેન્ટના ચોકીદાર જ છે તેવી વાત કરી હતી. પરંતુ બીજી શબવાહીનીઓ અને એમ્બયુલન્સ કોરોનાના દર્દીઓના કામમાં રોકાયેલી હોઇ આ મહાશયે વાહનની વ્યવસ્થા કરવાની માનવતા પણ દાખવી ન હોવાનું જાણકારો કહે છે. પોલીસે વિનંતી કરી હતી કે તમારી પાસે સુવિધા છે તો ડેડબોડી પહોંચાડવામાં મદદ કરો. પણ તેમણે અમારી પાસે ડ્રાઇવર નથી...એવી વાત કરી દીધી હતી. ખુબ મોટુ નામ ધરાવતી કલબના સંચાલકના પુત્રના આવા વર્તનની નજરે જોનારાઓએ ભારે ટીકા કરી હતી. વાહનની વ્યવસ્થા ન થતાં ત્રણેક કલાક સુધી મૃતદેહ જ્યાં મોત થયું ત્યાં જ રઝળ્યો હતો.

(4:24 pm IST)
  • તેલંગણાના મુખ્યમંત્રીને કોરોના વળગ્યો : તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને કોરોના પોઝિટિવ આવતા હાલમાં આઇસોલેશનમાં ડૉક્ટરોની નજર હેઠળ, પોતાના ફાર્મહાઉસમાં સારવાર લઈ રહ્યા છે. access_time 9:57 pm IST

  • બેંકોના મુખ્ય કર્મચારી સંઘે દાવો કર્યો છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 15,000 બેંક કર્મચારીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોનાની બીજી લહેરમાં એપ્રિલ દરમિયાન છેલ્લા એક મહિનામાં 30 બેન્ક કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મહા ગુજરાત બેંક કર્મચારી સંઘ (MGBA) એ બેંકો માંથી રોકડ ઉપાડના કલાકોમાં ઘટાડો, વધારાની રજાઓ અને કામના કલાકોમાં છૂટછાટની માંગ કરી છે. access_time 12:05 am IST

  • નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માગણી સાથે છેલ્લા ઘણા મહિનાથી ગાઝિયાબાદની યુપી ગેટ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓનું જોમ ઘટી રહેલ જોવા મળી રહ્યું છે. કોરોના રોગચાળાની બીજી લહેરનો ભય ત્યાં પણ દેખાય રહ્યો છે. ધારણામાં ખેડુતોની સંખ્યા પણ ખૂબ ઓછી દેખાય રહી છે. દરમિયાન, ગાઝિયાબાદ પોલીસની સાથે દિલ્હી પોલીસ NH -9 નો એક ભાગ ખોલી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, કોરોના દર્દીઓ લઇને ચાલી રહેલી એમ્બ્યુલન્સ સેવાઓ ચલાવવામાં કોઈ અવરોધ ન આવે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. access_time 9:36 am IST