Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જલારામનગરમાં મકાનમાં ક્રિકેટમેચ પર સટ્ટો રમતા કોન્ટ્રાકટર કલ્પેશની ધરપકડ

ક્રાઇમ બ્રાંચનો દરોડો : મોબાઇલ મળી રૂ. ૨૫ હજારની મત્તા કબ્જે

રાજકોટ,તા. ૧૯: યુનિવર્સિટી રોડ પર જલારામનગર સોસાયટીમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કોન્ટ્રાકટરને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર જલારામનગર  સોસાયટીના એક મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ વિક્રમભાઇ, દેવાભાઇ અને સુભાષભાઇને બાતમી મળતા પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ, દેવાભાઇ, ક્રિપાલસિંહ, સુભાષભાઇ તથા પ્રતાપસિંહ મોયા સહિતે મકાનમાં દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કોન્ટ્રાકટર કલ્પેશ ધનવંતરાયભાઇ શાહ (ઉવ.૫૦) (રહે. જલારામનગર સોસાયટી શેરી નં. ૪)ને પકડી લઇ મોબાઇલ ફોન મળી રૂ. ૨૫,૦૦૦ની મત્તા કબ્જે કરી હતી.

(4:12 pm IST)