Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ભરવાડ સમાજની પહેલ : સારા માઠા પ્રસંગો નહીં યોજવા લેવાયો નિર્ણય

રાજકોટ,તા. ૧૯: વર્તમાન કોરોના મહામારીમાં ઘણા પરીવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ભરવાડ સમાજમાં છેલ્લા એક અઠવાડિયામાં સેંકડો લોકોએ જાન ગુમાવ્યા છે. ત્યારે ભરવાડ સમાજ સેવા કેન્દ્ર દ્વારા સમાજના દરેક પરીવારોને જાહેર અપીલ કરી જ્યા સુધી કોરોના સંક્રમણ ઓછુ જ થાય ત્યાં સુધી પોતાના ઘરે સારા માઠા પ્રસંગો ન થવા વિનંતી કરાઇ છે.

એક નાગરિક તરીકે આપણે બધા આપણી ફરજ સમજી એકબીજાને મદદ થવાનો પ્રયત્ન કરીએ, સૌના સહિયારા પ્રયાસોથી આ કપરા સમયમાંથી બધા જલ્દીથી બહાર આવશું. એમ ભરવાડ સમાજ સેવા કેન્દ્રના આગેવાનો ભીખાભાઇ પડસારીયા, રાજુભાઇ જુંજા, રાજુભાઇ ચાવડીયા, રણજીતભાઇ મુંધવાઘ ગોપાલભાઇ ગોલતર, કરણભાઇ ગમારા, મુકેશભાઇ મુંધવા, ગોપાલભાઇ સરસીયા, રામભાઇ ખીટ, છોટુભાઇ ગમારા, મેહુલભાઇ ગમારા, મેહુલભાઇ ઝાપટા, નારણભાઇ વકાતર, નારણભાઇ લાંબરીયા, ગોવિંદભાઇ બાંભવા, લખુભાઇ મુંધવા, લીંબાભાઇ માટીયા, મંગાભાઇ લાંબરીયા, નાગજીભાઇ વરૂ, જે.ડી.ટારીયા, નાગજીભાઇ ગોલતર, બાબુભાઇ ચાવડીયા, હિરેનભાઇ ફાંગલીયા, રમેશભાઇ જુંજા વગેરેની સંયુકત યાદીમાં જણાવાયું છે.

(4:11 pm IST)