Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાજકોટ જેલમાં રવિવારે ૩૦૪ બંદીવાન ભાઇ-બહેનોને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો

જેલ અધિક્ષક બી. ડી. જોષીની રાહબરીમાં મ્યુ. કોર્પોરેશન આરોગ્ય શાખાની ટીમોની કામગીરીઃ કોઇને આડઅસર નહિ અત્યાર સુધીમાં ૪૬૧ બંદીવાનોને વેકસીન અપાઇ

રાજકોટઃ શહેરની મધ્યસ્થ જેલ ખાતે રવિવારે બંદીવાન ભાઇ-બહેનોનો કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવાની કાર્યવાહી થઇ હતી. જેલોના વડા ડો. કે. એલ. એન. રાવની સુચના હેઠળ ગઇકાલે ૩૦૪ બંદીવાન ભાઇ-બહેનોને કોરનાની રસી આપવામાં આવી છે. જેમાં પાકા કામના ૨૦૮, કાચા કામના ૭૨, પાસાના ૨૪ સ્ત્રી-પુરૂષ બંદીવાનો સામેલ છે. આ તમામને સરકારની ગાઇડલાઇન મુજબ વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો છે. વેકસીનેશનની કામગીરી મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય શાખાના નોડલ ઓફિસર ડો. વાજા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જેલના ડો. ઉપાધ્યાય, ડો. રામાણી, ડો. ભેદી, પેરામેડીકલ સ્ટાફના અમિતભાઇ, પંડ્યાભાઇ, ભુપતભાઇ, ઇસીજી ટેકનીશીયન સહિતની ટીમે જેલ અધિક્ષક શ્રી બન્નો જોષી તથા નાયબ અધિક્ષક શ્રી આર. ડી. દેસાઇ અને સિનીયર જેલર એમ. જી. રબારીની રાહબરીમાં આ કાર્યવાહી કરી હતી. અત્યાર સુધીમાં જેલના ૪૬૧ મહિલા-પુરૂષ બંદીવાનોને વેકસીન આપી દેવામાં આવી છે.

(4:09 pm IST)