Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

અમારા માટે તો અમારું આ વાહન જ એમ્બ્યુલન્સ!

કોરોનાના દર્દીઓને હોસ્પિટલે ખસેડવામાં સરકારી અને ખાનગી એમ્બ્યુલન્સ દિવસ રાત દોડી રહી છે. રસ્તાઓ, શેરીઓ, ગલીઓ સતત એમ્બ્યુલન્સના સાયરનોથી ગુંજતા રહે છે. દર્દીઓને લઇ જવા માટે એમ્બ્યુન્સ માટે ફોન કરીએ તો તેમાં પણ કલાકોનું વેઇટીંગ અપાય છે. આવી હાલતમાં લોકો પોતાના સ્વજન કે જેને કોરોનાની અસર થઇ છે કે સંક્રમિત થયા છે તેને ઝડપથી સારવાર મળતી થાય અને જીવ બચી જાય તે માટે જે વાહન મળે તેમાં તેને લઇને હોસ્પિટલે પહોંચે છે. તસ્વીરમાં એક માલવાહક વાહન જોઇ શકાય છે, તેની અંદર ખાટલો મુકી તેમાં દર્દીને સુવડાવીને હોસ્પિટલે લાવવામાં આવ્યા હતાં. સામાન્ય દિવસોમાં પણ દર્દીઓને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી જો દર્દીની હાલત ગંભીર ન હોય તો આ રીતે ખાનગી વાહન મારફત હોસ્પિટલે લાવવામાં આવતાં હોય છે. પરંતુ અહિ તો મજબૂરીને કારણે આ માલવાહક વાહનનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરવો પડ્યો છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:08 pm IST)