Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોવિડ હોસ્‍પિટલમાં દાખલ થયેલ દર્દીઓને હોસ્‍પિટલના મેડિકલ સ્‍ટોરમાંથી જ રેમડેસિવિર ઇન્‍જેકશન ઉપલબ્‍ધ કરાવાશે

ઘરે સારવાર લઇ રહેલા દર્દીઓના ડોકટરને જ ઇન્‍જેકશન પુરા પાડવામાં આવશે : વોટસએપ નંબરની વિગતો : (૧) ૯૯૭૪૦ ૭૩૪૫૦ (૨) ૯૯૭૪૫ ૮૩૨૫૫

રાજકોટ : આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે રાજકોટ શહેર અને જિલ્લામાં રેમડેસિવિર ઇન્‍જેકશન પુરતા પ્રમાણમાં ઉપલબ્‍ધ છે. તમામ ડેડિકેટેડ કોવિડ હોસ્‍પિટલોને પુરતા પ્રમાણમાં રેમડેસિવિર ઇન્‍જેકશન પુરા પાડવામાં આવેલ છે. આથી કોવીડ હોસ્‍પિટલમાં દાખલ થયેલ દર્દીઓને હોસ્‍પિટલના મેડિકલ સ્‍ટોરમાંથી જ રેમડેસિવિર ઇન્‍જેકશન ઉપલબ્‍ધ કરવામાં આવશે.

ડેડિકેટેડ કોવિડ હોસ્‍પિટલમાં દાખલ ન હોય તેવા દર્દીઓએ ડોકટર દ્વારા નીચે જણાવેલ વોટ્‍સએપ નંબર ઉપર દર્દીનું નામ તથા નીચે જણાવેલ ડોક્‍યુમેન્‍ટ વોટ્‍સએપ કરવામાં આવ્‍યેથી, ડોક્‍યુમેન્‍ટ ચકાસીને માત્ર ડોકટર્સને રેમડેસિવિર ઇન્‍જેકશન પુરા પાડવામાં આવશે. તમામ ડોકટર્સ તેમના એક પ્રતિનિધિને રેમડેસિવિર ઇન્‍જેકશન લેવા માટે અધિકૃત કરવાના રહેશે અને ડોકટરના અધિકૃત પ્રતિનિધિએ હેલ્‍પલાઇનમાંથી સૂચના મળીએ રેમડેસિવિર ઇન્‍જેકશન મેળવી લેવાના રહેશે.

વોટસએપ કરવાના ડોક્‍યુમેન્‍ટની વિગતો : (૧) કોરોના સંક્રમિત દર્દીનું આધારકાર્ડ, (૨) દર્દીઓને કોરોના પોઝીટીવ હોવાનો RT PCR અથવા સીટી સ્‍કેન રિપોર્ટ (૩) રેમડેસિવિર ઇન્‍જેકશન ભલામણ કરનાર એમડી ડોકટરનું પ્રિસ્‍ક્રિપ્‍સન

આથી કોઇ પણ દર્દીના સગાને હેલ્‍પલાઇનનો સંપર્ક ન કરવા અપીલ કરાઇ છે.

(3:42 pm IST)