Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

પ્રોવિઝન સ્‍ટોર, મોબાઇલની દુકાન અને બે બેકરીમાં માસ્‍ક વગર વેપાર કરનારા વેપારીઓ સામે કાર્યવાહીઃ ૪ દુકાનો સીલ

રાજકોટઃ શહેરમાં ઔદ્યોગીક, વાણીજય એકમો, કારખાનાઓ, ઓફીસો, ખાણી પીણીની ચા-પાનની દુકાનો તથા લારીઓ આસપાસ કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે માસ્‍ક, સેનેટાઇઝરનો ફરજીયાત ઉપયોગ કરવાનો અને સોશીયલ ડીસ્‍ટન્‍સ જાળવવા બાબતે પોલીસ કમિશ્‍નર શ્રી મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડેલ હોઇ આ અનુસંધાને ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર. જે. કામળીયા સહિતની ટીમ તથા જોઇન્‍ટ ઇન્‍ફોર્સમેન્‍ટની ટીમના પીએસઆઇ વી. સી. રંગપરીયા તથા મહાનગર પાલીકાના દબાણ હટાવ શાખાના અધીકારીઓ સહિતે ભકતીનગર સર્કલ પાસે ભવાની બેકરી, ગાયત્રીનગર મેઇન રોડ ભારત બેકરી, કેનાલ રોડ પર આશા ટેલીકોમ તથા બાબરીયા કોલોની મેઇન રોડ પર શાહમદાર પ્રોવીઝન સ્‍ટોર્સ નામની દુકાનમાં માસ્‍ક વગર વેપાર કરી સોશીયલ ડીસ્‍ટન્‍સનું પાલન ન કરનારા વેપારીઓ પાસે માસ્‍કનો દંડ વસુલી ચારેય દુકાનો સાત દિવસ સુધી સીલ કરવામાં આવી હતી. તેમજ યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્‍ચાર્જ પી.આઇ. આર. વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. એમ. ડોડીયા, ટ્રાફીક શાખાના પીએસઆઇ એ. એમ. મહેતા સહિતે સાધુ વાસવાણી રોડ પરની ક્રિષ્‍ના પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, ક્રિષ્‍ના ચાની હોટલ, જુલેલાલ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, જય ખોડીયાર હોટલ તથા રૈયા ચોકડી પાસે જય વચ્‍છરાજ હોટેલ મળી પાંચ દુકાનદારો સામે કાર્યવાહી કરી સાત દિવસ માટે સીલ કરવામાં આવી હતી. 

(3:42 pm IST)
  • અભિનેતાથી રાજકારણી બનેલા મિથુન ચક્રવર્તી રવિવારે બંગાળના રાયગંજમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક તેમની તબિયત બગડી હતી. તેમને કોલકાતાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એક રેલી દરમિયાન ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીને પ્રચાર સભામાં ખુબજ બેચેની અનુભવતા, હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડોકટરોના જણાવ્યા મુજબ મિથુન ચક્રવર્તીની તબિયત પાછળ ડિહાઇડ્રેશનની આશંકા છે. access_time 11:15 pm IST

  • "સિસ્ટમનું પતન થશે" : યુ.પી. માં અલ્હાબાદ હાઇકોર્ટ આકરાપાણીએ : ઉત્તરપ્રદેશના પાંચ શહેરોમાં 26 એપ્રિલ સુધી લોકડાઉન નો આદેશ કર્યો : સરકારની ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું, "લખનૌમાં મુખ્ય પ્રધાન પણ આઇસોલેશનમાં છે. જો લોકપ્રિય સરકારની રોગચાળા દરમિયાન જાહેર હિલચાલની તપાસ ન કરવાની પોતાની રાજકીય મજબૂરી હોય, તો આપણે ફક્ત નિષ્ક્રિય દર્શકો તરીકે જોઈ શકીએ નહીં! access_time 6:10 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર : છેલ્લા 24 કલાકમાં આજે પણ કોરોનાના 68,631 નવા કેસ નોંધાયા છે, જ્યારે 503 લોકોનાં દુઃખદ મોત નીપજ્યાં છે. access_time 10:23 pm IST