Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

માસ્‍ક પહેર્યા વગર વેપાર કરી સોશ્‍યલ ડીસ્‍ટન્‍સનું પાલન ન કરનારા ૮ વેપારીઓની દુકાનો સાત દિવસ સુધી સીલ

રાજકોટ તા. ૧૯ : શહેરમાં કોરોના મહામારીને પહોંચી વળવા વહીવટી તંત્રો ઘણા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રોજે રોજ કર્ફયું ભંગના સૌથી વધુ કેસ નોંધાય ે. પોલીસ દ્વારા રાત્રી કર્ફયુંની કડક રીતે અમલવારી કરાવવામાં આવે છે. છતાં પણ કેટલાક લોકો પાલન કરવામાં સમજતા નથી ગઇકાલે બીડીવીઝન પોલીસે માર્કેટીંગયાર્ડની અંદર મોમાઇ ટી સ્‍ટોલ, બાલક હનુમાન ચોક પાસે ડીલક્ષ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંક, ભાવનગર રોડ, પીપળા પાસે શકિત ટી સ્‍ટોલમાં માસ્‍ક પહેર્યા વગર વેપારીઓ તેમજ એડીવીઝન પોલીસે લાખાજીરાજ રોડ પર ડેનીલ વર્લ્‍ડ, કનક રોડ પરની કિશનપાન, ત્રીકોણબાગ પાસે ખેતલાઆપા ટી સ્‍ટોલ પેલેસ રોડ પર રાજમંદિર કોલ્‍ડ્રીંકસ તથા આજીડેમ પોલીસે મહિકા મેઇન રોડ માંડાડુંગર માનસરોવર પાર્કમાં ચામુંડા પાન એન્‍ડ ટી સ્‍ટોલ, આરોગ્‍ય કેન્‍દ્રની સામે બાલાજી ફરસાણ એન્‍ડ સ્‍વીટ માર્ટ નામની દુકાનમાં માસ્‍ક પહેર્યા વગર વેપાર કરી સોશ્‍યલ ડીસ્‍ટન્‍સનું પાલન ન કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરી તમામની સાત દિવસ માટે દુકાનો સીલ કરવામાં આવી છે. તેમજ કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર મેઇન રોડ બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલી ચા તથા પાનની દુકાન પાસ સોશ્‍યલ ડીસ્‍ટન્‍સનું પાલન ન કરી જાહેરમાં બીડી-સીગારેટ પીતા તથા પાન-મસાલા ખાતા ૧ર ગ્રાહકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આથી શહેરના અલગ અલગ વિસ્‍તારમાં દુકાનોમાં માસ્‍ક પહેર્યા વગર વેપાર કરતા રર વેપારીઓ તથા કર્ફયું ભંગ કરનારા ર૦ મળી કુલ ૧૬પ કેસ નોંધાયા છ.ે

(3:37 pm IST)