Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

CIDનો ડ્રાઇવર ૨૮ કરોડની લૂંટનો માસ્ટર માઇન્ડ

ગાંધીનગર રેન્જ વડા અભયસિંહ ચુડાસમાં અને એસપી મયુરસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળની તપાસમાં ખળભળાટ મચાવતા ખુલાસા : ડીવાયએસપી એમ.કે.રાણા, એલસીબી પીઆઇ એચ.પી.ઝાલા સાથે સતત સંકલન રાખી પી.એસ.આઇ સત્યેનસિંહ જાડેજા, એ.જી.અંકુર, પીએસઆઇ વી.કે.રાઠોડ અને ગાંધીનગર સેકટર ૨૧ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અશકયને ગણત્રીની કલાકોમાં શકય કરી બતાવ્યું

રાજકોટ,તા.૧૯:  નાની ચલણી નોટો સામે મોટી ચલણી નોટો બદલાવી દેવા માટે ૩૦ ટકા કમિશનની લાલચ આપી મૂળ મહેસાણા પંથકના વિપુલભાઈ પટેલ પાસેથી ૨૮ લાખની રકમ પડાવી લેવાના ખળભળાટ મચાવનાર ઘટનામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના ફરજ બાજવતા ડ્રાઈવર જ માસ્ટર માઇન્ડ નીકળ્યો હોવાનું ખૂલવા પામ્યું છે.

ગાંધીનગરના સેકટર ૨૧ પોલીસ મથકમાં આવી ફરિયાદ દાખલ થતાં જ પોતાની હકૂમત હેઠળના વિસ્તારમાં આવી હિંમત થતાં જ રેન્જ આઇજી અભય સિહ ચુડાસમા દ્વારા એસપી મયુરસિંહ ચાવડા સાથે ચર્ચા કરી સ્થાનિક પોલીસ સાથે એલ. સી.બી.ની અનેક ગુન્હા ઉકેલી ચૂકેલ ટીમ ને વિવિધ જવાબદારીઓ સાથે મેદાનમાં ઉતારી હતી.                 

ફરીયાદી દ્વારા એફઆઇઆરમાં પોલીસ જેવા  દેખાઉં તથા પોલીસ જેવી ગાડીના ઉલ્લેખ ધ્યાને લઇ તે બાબતની ચકાસણી માટે આદેશ આપ્યા હતા.     

સ્થાનિક પોલીસ સાથે ફરિયાદી દ્વારા પોલીસ ગાડી,અધૂરા નંબરની વાતોને એલ.સી.બી પીએસઆઇ સત્યેન સિહ પી.જાડેજા,એ.જી.અંકુર,વી.કે.રાઠોડ દ્વારા ડીવાયએસપી એમ.કે.રાઠોડ, પીઆઇ એચપી ઝાલા સાથે સતત સંકલન રાખી પોલીસના એમ.ટી.સેકેશનની ગાડીઓ ચેક કરતા ફરિયાદના વર્ણન મુજબની અધૂરા દેખાતા નંબર વાળી કાર નજરે પડતાં તુરત આઇજી અને એસપીને જાણ કરી વિશેષ તપાસ શરૂ કરેલ. આ કાર સીઆઈડી ક્રાઈમના ડ્રાઈવર કુમારસિંહ ચળવતા હોવાનું ખુલવા સાથે તે આઉટ સોર્શ કર્મચારી હોવાનું ખૂલ્યું હતું.આ સાથે જ સીસીટીવી કેમેરા, કારની મુમેન્ટ અને લોગબુક ચેક કરતા આખું કાવત્રું ખૂલવા લાગેલ.બાતમીદાર દ્વારા પણ આ બાબતે જ ઈશારો કરાયો હતો.

તુરંત મજકુર ડ્રાઈવરને ઉપાડી એલ.સી.બી.ઓફિસ મા આગવી ઢબે પૂછપરછ થતાં વટાણા વેરી નાખ્યા હતા,કુલ ૯ સાથીદારો સાથે આખું કાવત્રું રચ્યાનું જણાવતા જ પોલીસ ટીમો તાત્કાલિક આરોપીઓને વીણી વીણી ઉપાડી લીધા હતા,આમ ગાંધીનગર એલસીબી તથા ગાંધીનગર રેન્જ દ્વારા વધુ એક પડકારજનક ગુન્હા પરથી પડદો હટાવી સફળતાના સીમા ચિન્હો શેર કર્યા છે.

(3:22 pm IST)