Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

એક વખત ઈન્જેકશન મેળવનારે બીજી વખત પૂરાવા આપવાની જરૂર નથી

કલેકટરનો મહત્વનો નિર્ણયઃ સોફટવેર અપડેટ કરાયોઃ બીજે દિવસે જે તે વ્યકિતને આધારકાર્ડ ઉપર જુનુ રેકર્ડ જોઈ ઈન્જેકશન આપી દેવાશે : પત્રકારોને વિગતો આપતા પરિમલ પંડયાઃ કાલ સાંજથી યુનિ.ના કન્વેશન હોલમાં ૨૦૦ બેડની ઓકિસજન સાથેની કોવિડ-હોસ્પીટલ શરૂ થશે : કેન્સર કોવીડ હોસ્પીટલમાં ૨૦ વેન્ટીલેટર શરૂ થયાઃ વધુ ૨૦ વેન્ટીલેટર ૩ થી ૪ દિવસમાં અપાશેઃ ઈન્જેકશન ડેરીકેટેડ - હોમ આઈસોલેશન - નર્સિંગ હોમ બધાને અપાય છે : ગઈકાલે સવારે ૬થી રાત્રે ૧૦ સુધીમાં રેમડેસિવિર ઈન્જેકશન માટે ૬૪૦ને મંજુરી અપાઈઃ ૩૪૦ લોકો લઈ ગયાઃ પૂરતો જથ્થો છેઃ કાલે રાત્રે ૧૦૦ વાગ્યે માત્ર ૧૦ મીનીટનો બેકલોગ હતો

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને રેમડેસિવિર ઈન્જેકશન અંગે સોફટવેર અપડેટ કરાવી એક મહત્વનો નિર્ણય લીધો છે. જેથી કરીને ઈન્જેકશન માટે વલખા મારતા લોકો હેરાન ન થાય.

આ અંગે પત્રકારોને માહિતી આપતા એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ જણાવ્યુ હતુ કે કોઈપણ દર્દી કે જેને આ ઈન્જેકશનની જરૂરત છે તેમના સગા-સંબંધી તમામ માહિતી આપી - ઈન્ડેન ફોર્મ ભરી પહેલી વખત ઈન્જેકશન લઈ જાય છે. તેમણે બીજા દિવસે ફરી ફોર્મ ભરવાની કે વોટસએપ તમામ માહિતી આપવાની જરૂરત નથી. આ વ્યકિત દર્દી અને પોતાનુ આધારકાર્ડ લઈને જશે, એટલે શરૂ કરાયેલ કુંડલીયા કોલેજના ડેપો ઉપરથી જુનુ રેકર્ડ તપાસી ૧-૧ ઈન્જેકશન દરરોજ આપી દેવાશે. આજથી આ શરૂ કરાયુ છે. ટૂંકમાં એક વખત ઈન્જેકશન જેમને અપાયા તેમને આપોઆપ બીજા દિવસે ઈન્જેકશન મળશે, બીજી વખત પુરાવો આપવાની કે મંજુરી લેવાની જરૂરત નથી. ઈન્જેકશનના ડેપો ઉપર સીટી પ્રાંત-૧ શ્રી સિદ્ધાર્થ ગઢવી જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે.

શ્રી પંડયાએ ઈન્જેકશન અંગે જણાવેલ કે આપણી પાસે પુરતો સ્ટોક છે, દરરોજ આવે છે. ગઈકાલે સવારે ૬થી રાત્રે ૧૦ સુધીમાં ડેરીકેટેડ, નર્સિંગ હોમ, હોમ આઈસોલેશન થઈને કુલ ૬૪૦ને ઈન્જેકન અંગે મંજુરી અપાઈ હતી અને તેમાંથી ૩૪૦ લોકો લઈ ગયા છે. તેમજ ગઈરાત્રે તો ૧૧ વાગ્યે માત્ર ૧૦ મીનીટનો બેકલોગ હતો.

બેડ અંગે તેમણે જણાવેલ કે કાલે સાંજે સૌરાષ્ટ્ર યુનિ.ના કન્વેશન હોલ ખાતે ૨૦૦ બેડની ઓકિસજન સાથેની ડેરીકેટેડ હોસ્પીટલ શરૂ થઈ જશે. આ માટે ડોકટરો, નર્સિંગ સ્ટાફ સહિત કુલ ૩૫૦ના ઓર્ડરો પણ થઈ ગયા છે. એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ જણાવ્યુ હતુ કે, કેન્સર કોવીડ હોસ્પીટલને ૨૦ વેન્ટીલેટર આપી દેવાયા છે અને તે ચાલુ થઈ ગયા છે અને વધુ ૨૦ વેન્ટીલેટર ૩ થી ૪ દિવસમાં અપાશે.

(3:16 pm IST)