Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

સોૈને રાહત આપતું દ્રશ્ય...દિવસો પછી ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં એમ્બ્યુલન્સની કતાર ન થઇ

રાજકોટઃ છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી જતાં સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીઓને દાખલ કરાવવા માટે રિતસર ૪૦-૪૫ કે એથી પણ વધુ એમ્બ્યુલન્સ કતારમાં ઉભી રહેતી હતી. દર્દીઓની સંખ્યા એટલી વધી ગઇ હતી કે હોસ્પિટલમાં ખાટલા ખુટી પડ્યા હતાં. એક એક દર્દીને દાખલ કરવામાં છ-આઠ કલાક વિતી જતાં હતાં. સતત કતારમાં ઉભી રહેતી એમ્બ્યુલન્સના દ્રશ્યો જોઇને લોકો ભયભીત થઇ ગયા હતાં. કુદરતે શું માંડ્યું હશે તેવા સવાલો સાથે પ્રાર્થનાઓ, બંદગીઓ પણ કરવા માંડ્યા હતાં. હજુ પણ સંક્રમણનો સિલસિલો યથાવત છે અને મૃત્યુઆંક પણ વધેલો જ છે. આ બધા નેગેટિવ ન્યુઝ વચ્ચે એક પોઝિટિવ ન્યુઝ સામે આવ્યા છે અને ઘણા દિવસો પછી સોૈને રાહત મળે તેવું દ્રશ્ય ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં આજે જોવા મળ્યું છે. આજે સિવિલ હોસ્પિટલમાં પ્રમાણમાં દર્દીઓની આવકના મામલે થોડી રાહત ઉભી થઇ છે. કોવિડ દર્દીઓને જ્યાંથી એન્ટ્રી અપાય છે એ ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં છેલ્લા ઘણા દિવસોથી જામતી દર્દીઓ સાથેની એમ્બ્યુલન્સની કતાર સવારે અગિયાર વાગ્યે જોવા મળી નહોતી. આ દ્રશ્ય જોતાં એમ થાય છે કે હાશ હવે થોડી રાહત થશે. તંત્રવાહકો સંક્રમણને કાબુમાં લેવા સતત અથાક મહેનત કરી રહ્યા છે. લોકો થોડા વધુ સાવચેત થઇ જાય તે ખુબ જરૂરી બની ગયું છે. ફરીથી અહિ અગાઉ જેવી કોરોનાના દર્દીઓ સાથેની એમ્બ્યુલન્સની કતારો ન જામે, સંક્રમિતો ઘટે, મૃત્યુઆંક ઘટે અને સોૈ સ્વસ્થ-સલામત-સંક્રમણથી દૂર રહે તેવી પ્રાર્થના કરીએ. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:12 pm IST)